Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક જમીન કૌભાંડમાં સરકારી કર્મચારીઓનું બહુમુલ્ય યોગદાન હોવાની ચર્ચા સાથે પ્રશ્ર્ન એ છે કે આ કૌભાંડની ફરિયાદ અરજી બાદ પણ શું? જાણકારોના મતે આવા તો અનેક કેસો છે જે બે ત્રણ વિભાગો વચ્ચે ગોળ ગોળ ફરે છે અને કૌભાંડીઓને પરોક્ષ રક્ષણ અપાતુ હોય તેવો ઘાટ ઘડાય છે, જામખંભાળિયા સલાયા રોડ પર અને હાલ મુંબઇ રહેતા એક આસામીની જમીન ગામના એક આગેવાન તથા પૂર્વ હોદેદાર દ્વારા દબાવી દઈને કૌભાંડ કરાયું હોવાની ફરિયાદ અરજી એલસીબી દેવભૂમિ જિલ્લાને કરાઇ છે,
આ આસામી મુંબઇ રહેતા હોય ત્યાંથી એક વખત આવતા તેની જમીન પર દબાણ થયાનું માલુમ પડતા તેણે આ અંગે ફરિયાદ કરી છે. ઘરથાળના પ્લોટમાં પણ કૌભાંડ બનાવટી સનદો બનાવાય છે, હરિપર ગામે ઘરથાળના પ્લોટો અગાઉ ગામથી દૂર અપાયા હતા જે પછી ત્યાં દૂર થતું હોય વીસ જેટલા પ્લોટ ગામની નજીક આપીને આ બાકીના વીસ પ્લોટનું કૌભાંડ કરીને બનાવટી સનદો બનાવીને કબજે કરાયા અંગે પણ એક ખાનગીરાહે ફરિયાદ કરાઈ છે. જો કે રેવન્યુ તંત્ર સાથે સંકળાયેલ એક બે કર્મચારીઓ પણ આ કૌભાંડમાં હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આ બાબતે એલસીબી તથા રેવન્યુ તંત્ર પણ તપાસ કરશે? તે સવાલ વચ્ચે જુના આવા કેસોમાં તપાસ બાદ શુ થયુ અને નક્કર પરિણામ આવ્યા કે કેમ?તેમ પુછાઇ રહ્યુ છે.