Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
કોરોના વાયરસથી ચેપ ફેલાવવાના કારણે આજે વિશ્વ સામે આ વિપરીત પરિસ્થિતિ સામે લડવા માટે એક પડકાર ઉભો થયો છે. રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમાજનો દરેક નાગરીક અન્યને મદદરૂપ થવા માટે તૈયાર છે, તેવા સમયે વાડીનારની બહેનો પણ આ વિપતની ઘડીમાં પોતાનું યોગદાન આપવા માટે કટીબધ્ધ બની છે,. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામમાં મહિલા સશકિતકરણ કેન્દ્રના પાર્વતીબેન વાડીનાર ગામમાં અન્યા ૧૮ સખી મંડળ સાથે મળીને માસ્ક બનાવવામાં આવી રહયા છે. આ મહિલા સશકિતકરણ કેન્દ્ર આશરે ૩ વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. આ મહિલા સશકિતકરણ કેન્દ્રમાં બહેનોએ સ્થાનિક કંપની દ્વારા તાલીમ મેળવી તોરણો, લેધરરેઝીન અને કાપડની વસ્તુઓ બનાવીને બજારમાં સીધે સીધુ વેચાણ કરવામાં આવતું હતું.
હાલમાં જિલ્લા માં માસ્કીની જરૂરીયાત ઉભી થતાં તેઓએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીડની મદદથી જિલ્લાા આરોગ્ય શાખાનો સંપર્ક સાધ્યો અને બજાર કરતા સસ્તાભ અને સારી ગુણવત્તાના માસ્ક પુરા પાડવીની ઓફર કરી જે જિલ્લાલ આરોગ્ય્ શાખા દેવભૂમિ દ્વારકાએ સ્વીતકારી અને ૨૦,૦૦૦જેટલા માસ્કક વહેલી તકે પુરા પાડવા માટે આ સખી મંડળને ઓર્ડર આપ્યો્. ઓર્ડર મળતા જ સખી મંડળની બધી બહેનોએ સાથે મળીને એક દિવસના બે હજાર માસ્કં લેખે પાંચ દિવસમાં આ માસ્કદ પુરા પાડવાનું બીડું ઉપાડયું. આ માસ્ક બનાવવા માટે મટીરીયલ બહેનો પોતાના ઘરે લઇ જઇ માસ્કચ બનાવી અને કેન્દ્ર ખાતે જમા કરાવે છે.
રાઠોડ સપનાબેન જણાવે છે કે, "હાલમાં કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે તેને અટકાવવા અમને આરોગ્ય શાખા દ્વારા માસ્ક બનાવવાનો ઓર્ડર મળેલ જે માસ્ક અમે અહિયા ઘરે બેઠા બેઠા બનાવી રહીયા છીએ અમને રોજના ૪૦૦ થી ૫૦૦ રૂપિયાની રોજગારી મળી રહી છે. અમે સરકાર અને જનતાને મદદરૂપ થવાના ઉત્તમ ઉદે્શ સાથે સારા અને સસ્તા૫ માસ્ક પુરા પાડી રહયા છીએ તેનો એમને આનંદ છે.