Mysamachar.in-જામનગર:
જામનગરમાં રવિવાર અને સોમવારે નોંધપાત્ર વરસાદ નોંધાયા પછી આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 9 ઈંચ સુધીનો વરસાદ નોંધાયાનો રિપોર્ટ છે. આ 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામનગર તાલુકાના મોટી ભલસાણમાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના વસઈમાં સાડા પાંચ ઈંચ જેટલો, લાખાબાવળમાં પોણાં સાત ઈંચ જેટલો, મોટી બાણુંગારમાં 6 ઈંચ, જામવંથલી અલિયાબાડા અને દરેડમાં પણ 6-6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જોડીયા તાલુકાના હડીયાણામાં 5 ઈંચ જેટલો, બાલંભામાં 5.5 ઈંચ અને પીઠડમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલ તાલુકાના લતીપુરમાં 2.5 ઈંચ, જાલીયા દેવાણીમાં 4.5 ઈંચ અને લૈયારામાં 3.25 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન કાલાવડ તાલુકાના નિકાવામાં 6.5 ઈંચ, ખરેડીમાં 6.25 ઈંચ, મોટા વડાળામાં 6 ઈંચ જેટલો, ભલસાણ બેરાજામાં 4 ઈંચ જેટલો, નવાગામમાં 4 ઈંચથી વધુ અને મોટા પાંચદેવડામાં 8.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ચોવીસ કલાક દરમિયાન જામજોધપુર તાલુકાના સમાણામાં 3.25 ઈંચ, શેઠ વડાળા તથા જામવાડીમાં 3.5 ઈંચ, વાંસજાળીયામાં 2.25 ઈંચ, ધુનડામાં 3 ઈંચ જેટલો, ધ્રાફામાં 5 ઈંચ જેટલો અને પરડવામાં 3.25 ઈંચ જેટલો વરસાદ નોંધાયો.
આ સમયગાળામાં લાલપુર તાલુકાના પીપરટોડામાં 4.5 ઈંચ, પડાણામાં 3.25 ઈંચ, ભણગોર 2 ઈંચ, મોટા ખડબા 3, મોડપરમાં 4.25 ઈંચ અને હરીપરમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.