Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં વીતેલ 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદી વતાવરણ રહ્યું છે અને ધીમો થી માંડીને ધોધમાર વરસાદ ઠેર ઠેર નોંધાયો છે.આજે સવારે પૂર્ણ થતા છેલ્લા 24 કલાક દરમિયાન જામનગરમાં 2 ઇંચ, ધ્રોલ પોણો ઇંચ, અને જામજોધપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે જયારે જોડિયા અને કાલાવડ શહેરમાં ઝાપટા જેવો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.
તાલુકા બાદ ગ્રામીણ વિસ્તારોની તાલુકાવાર વાત કરવામાં આવે તો જામનગર તાલુકાના વસઈમાં સાડા ત્રણ ઇંચ, લાખાબાવળમાં સવા બે ઇંચ, મોટી બાણુંગારમાં 1 ઇંચ, જામવંથલીમાં 2 ઇંચ, મોટી ભલસાણમાં 1 ઇંચ, અને દરેડમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જોડીયાના બાલંભામાં 1 ઇંચ ધ્રોલના જાલીયા દેવાણીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે
આ તરફ કાલાવડ તાલુકાના નિકાવા, ભલસાણ બેરાજા, મોટા વડાળામાં એક એક ઇંચ જયારે નવાગામમાં 2 ઇંચ તો મોટા પાંચ દેવડામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે, જામજોધપુર તાલુકાના સમાણામાં સૌથી વધુ સાડા છ ઇંચ, શેઠવડાળામાં સાડા ચાર ઇંચ, જામવાડીમાં 3 ઇંચ, વાંસજાલીયામાં અઢી ઇંચ, ધુનડામાં દોઢ ઇંચ, ધ્રાફામાં સાડા ત્રણ ઇંચ, પરડવામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, તો લાલપુર તાલુકાના પડાણા અને મોડપર માં 4 ઇંચ મોટા ખડ્બા અને હરીપરમાં બબ્બે ઇંચ વરસાદ નોંધાયો છે.