mysamachar.in-સુરેન્દ્રનગર
ગુજરાતમાં ભલે ભ્રષ્ટાચાર ખત્મ કરવાની સી.એમ.બૂમબરાડા કરે પણ લાગે છે કે બાબુઓ તો ડટ્ટા ગણવામાં મશગુલ હોય તેમ લાગી રહ્યું છે,ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓ થી તો જાણે લાંચિયા બાબુઓને કોઈનો ડર જ ના હોય તેમ વર્ગ ૧ થી માંડીને વર્ગ ૪ સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ ટપોટપ લાંચના છટકામાં સપડાઈ રહ્યા છે,
તાજેતરમાં જ સુરેન્દ્રનગરમા એસીબી એ લાંચિયા કાર્યપાલક ઈજનેર સહીત એકને લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ કાર્યપાલક ઈજનેરને ઘરેથી લાખોનો દલ્લો મળી આવ્યાનો બનાવ હજુ હમણાંનો જ છે ત્યાં જ આજે બામણબોર પોલીસ મથકના પીએસઆઈ કે.કે.કલોત્રા વતી જમાદાર ને લાંચ લેતા પીઆઈ સી.જે.સુરેજા સહિતની ટીમે ઝડપી પાડ્યા છે,
આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી તથા તેમના માણસો વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાની તપાસ બામણબોર પીએસઆઈ કે.કે.કલોત્રા કરતા હોય જે ગુન્હામા ફરીયાદીને તથા તેના માણસોને પકડવાના બાકી હોય તેઓ રજુ થયેથી તેઓને મારકુટ નહી કરવા તથા ખોટી હેરાનગતી નહી કરવા તથા આ ગુન્હામા ફરીયાદીના ભાઇનુ વાહન સાથે નામ નહી ખોલાવવાના અવેજ પેટે પીએસઆઈ કલોત્રા વતી જમાદાર પ્રતાપસિંહ મહોબતસિંહ પરમારે ફરીયાદી પાસે રૂ.૩,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ..
જે બાદ રકજકના અંતે રૂ.ર,૦૦,૦૦૦/- આપવાનુ નકકી થયેલ અને ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.માં ફરીયાદ કરતા જે આધારે આજરોજ ચોટીલા રેફરલ હોસ્પીટલના ગેઇટ પાસે, ચોટીલા હાઇવે, પર લાંચનું છટકું ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન જમાદાર પ્રતાપસિંહ પરમારે ફરીયાદી પાસેથી રૂ.ર,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી સ્વીકારી આ બાબતે પીએસઆઈ સાથે મોબાઇલ ફોન ઉપર વાતચીત કરીને તેવો ઝડપાઇ ગયા હતા,
આમ પીએસઆઈ વતી લાંચ લેતા જમાદાર ઝડપાઈ ચુક્યા બાદ એસીબી એ જરૂરી પુરાવાઓ ને આધારે પીએસઆઈ કે.કે.કલોત્રા અને જમાદાર એમ બંને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.