Mysamachar.in-ભરૂચ
અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે હાઈવે પર ટ્રક પલ્ટી જાય અને લોકો પેટ્રોલ, ડીઝલ કે તેલ જેવી ચીજવસ્તુઓ લેવા લાગે…પણ તમે ક્યારેય નહિ જોયું હોય એવા દ્રશ્યો વાસદ-બગોદરા હાઈવે પરથી સામે આવ્યા છે, વાત કઈક એવી છે કે બોરસદથી વાસદ તરફ જતી ટાઈલ્સ ભરેલી ટ્રકના ચાલકને ઝોકું આવતા અચાનક રોડની સાઈડે પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં ટ્રકના ડ્રાયવર અને ક્લીનરને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે, તેઓ ટ્રકને બિનવારસી છોડી ત્યાંથી નીકળી ગયા હતા. દરમિયાન, બિનવારસી ટ્રકમાંથી લોકોએ ટાઈલ્સની લૂંટ ચલાવી પોતાના ઘર તરફ ભાગ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ આ ટ્રક મોરબીથી ટાઈલ્સો ભરીને સુરત તરફ જતી હતી. દરમિયાન, ડ્રાયવરને અચાનક ઝોકું આવી જતા ટ્રક રોડની સાઇડે આવેલ ખેતરમાં ધસી ગઈ હતી અને વીજ પોલ સાથે ટકરાઈને ટ્રક પલ્ટી મારી ગઈ હતી અનેક લોકો માથે મૂકી અને હાથમાં ઊંચકીને ત્રણ ચાર પેટીઓ ઉઠાવી ગયા હતા. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ પણ સ્થાનિકો દ્વારા ટાઇલ્સની ઉપાડી લીધી હોવાના હોવાનું જોઈને રીક્ષા, બાઈક, પર જતા મુસાફરોએ પણ ટાઈલ્સની પેટીઓને વાહનો પર મૂકી લઈ ગયા હતા. જેને પગલે કેટલાંકે આ વિડિયો તેમના મોબાઈલમાં પણ ઉતારી લીધો હતો. જે સોશ્યલ મિડિયામાં વાઈરલ થયો હતો.