Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
લોકડાઉન દરમિયાન નિયત કરેલા સમયે નિયત ચીજવસ્તુઓ ચોક્કસ તકેદારી જાળવી અને વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખવાની છે, પણ આજે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાલીયામાં અમુક દુકાનોમા સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવતી હોય બે વેપારીઓ સામે પોલીસે કાર્યવાહી કરતા અન્ય વેપારીઓમાં નારાજગી ફેલાઈ જતા તમામ દુકાનદારોએ સ્વેચ્છાએ પોતાની દુકાનો બંધ કરી દઈ અને પોલીસની કામગીરી સામે રોષ પ્રગટ કર્યો હતો, જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ ની દુકાનો ખુલી રાખવાની છૂટ હોવા છતાં પોલીસ દ્વારા ખોટી હેરાનગતિ કરાતી હોવાનો વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે સાંજે વેપારીઓ પોલીસવડાને મળી આ મામલે રજૂઆત કરશે તેમ પણ જાણવા મળે છે.