Mysamachar.in-સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લાના સરદાર સરોવર નર્મદા નિગમના સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ વિભાગના કલાસ-૧ ઓફિસર એવા કાર્યપાલક ઇજનેર પોતાની જ કચેરીના નિવૃત કર્મચારીના હક્ક હિસ્સા મંજૂર કરવા માટે માત્ર ૨ હજાર જેવી મામૂલી રકમમાં મોઢું નાખીને અંતે લાંચના છટકામાં ઝડપાયા બાદ કાર્યપાલક ઇજનેર અને જુનીયર કલાર્કના ધરએ એસીબીની ટીમે વધુ તલાશી હાથ ધરતા બંને લાંચીયા સરકારી બાબુઓના ધરએથી કુલ મળીને ૪૬ લાખ રૂપિયાની રોકડ રકમનો દલ્લો હાથ લાગ્યાનો ચોકાવનારો ખુલાસો થયો છે,
રાજકોટ એસીબીની ટીમએ લાંચનું છટકું ગોઠવીને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા નિગમના સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના કાર્યપાલક ઇજનેર મહેશ પટેલએ પોતાની કચેરીના નિવૃત હેડ ક્લાર્ક પાસેથી નિવૃતિ બાદ હક્ક હિસ્સા પેન્શન વગેરે મંજૂર કરાવવા માટે લાંચ માંગ્યા બાદ અગાઉ ૩ હજાર મેળવી લીધા હોવા છતાં વધુ બે હજારની માંગણી કરતા કચેરીના જુનિયર ક્લાર્ક પ્રતિક રાઠવાને કાર્યપાલક ઈજનેરના કહેવાથી ૨ હજારની લાંચ લેતા ગઇકાલે એ.સી.બીએ રંગે હાથ ઝડપી લીધા હતા.
દરમ્યાન એ.સી.બી.દ્વારા સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર મહેશ પટેલના વતન ચીખલી તાલુકાનાં સારવણી ગામે તેમના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરતા ૪૨ લાખ ઉપરની રોકડ રકમ મળી આવી હતી અને જુનિયર ક્લાર્ક પ્રતિક રાઠવાના ધ્રાંગધ્રા ફ્રેન્ડજ સોસાયટીમાં આવેલ ભાડાના મકાનમાં તલાશી લેવામાં આવતા ત્યાંથી પણ ૩.૪૪ લાખની રોકડ મળી આવેલ હતી.
આમ કાર્યપાલક ઇજનેર અને જુનિયર ક્લાર્ક બંને પાસેથી અંગ ઝડતી તપાસમાં પણ ૩૧ હજારની રોકડ મળીને કુલ ૪૬ લાખ ઉપરની રોકડ મળી આવતા એ.સી.બી.ની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.