Mysamachar.in-જામનગર:
5મી જૂન, 2024 – વિશ્વ પર્યાવરણ દિવસ એ એક એવો વાર્ષિક કાર્યક્રમ છે કે જે વૃક્ષોના રક્ષણ માટે હાથ ધરવામાં આવેલ વિશ્વવ્યાપી જાગૃતિ દર્શાવે છે અને તેને પ્રોત્સાહિત પણ કરે છે. ‘Green India, Clean India.’ જે. પી. મોદી સ્કૂલમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.મોદી ગ્રૂપ ઑફ સ્કૂલની જે. પી. મોદી સ્કૂલ-CBSE બ્રાન્ચ દ્રારા આ ચોક્કસ દિવસના મહત્ત્વને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓમાં આપણા ગ્રહ પ્રત્યેની આપણી જવાબદારી અને તેમના પ્રત્યેની કાર્યભારની ભાવના જગાડવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો.

આ સમ્રગ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તેઓએ વિશ્વ પર્યાવરણ દિવસના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને જે.પી. મોદી સ્કૂલના કેમ્પસમાં રોપા રોપ્યા હતા.આ દ્રારા આ હરિયાળી ધરતી માટેની એક પહેલ જોવા મળી હતી.પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, શિક્ષકો અને જે.પી મોદી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ કે જેમણે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ Go Green ડ્રાઇવમાં સક્રિયપણે ભાગ લીધો હતો.અંતમાં, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આપણી આસપાસના વિસ્તારોમાં વધુ વૃક્ષો ઉગાડવા તેમજ સુંદર, હરિયાળી અને સ્વચ્છ પૃથ્વી બનાવવાની પ્રતિજ્ઞા લઈને સમાપ્ત થઇ હતી.
