Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
છેલ્લા કેટલાય સમયથી કોરોના મહામારીના કહેર કેટલાય મધ્યમવર્ગીય પરિવારોની જિંદગી બદથી બદતર કરી દીધી છે, એવામાં કોઈને કામધંધાના પણ પ્રશ્નો થયા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના આરંભડામાં રહેતા 45 વર્ષીય આશાભા બાલુભા માણેકે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી લીધાનું પોલીસમાં કારણ એવું જાહેર થયું છે કે મરણજનારને છેલ્લા બે ત્રણ માસથી કોઈ કામધંધો મળતો ના હોય તેના કારણે કંટાળી જઈ અને તેમને આપઘાત કરી લીધો છે.