mysamachar.in-
અમદાવાદ:રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર રાશન સહિતની ચીજવસ્તુઓ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા ફરજીયાત આધારકાર્ડ ના પરિપત્રને લઈને ગ્રાહકો અને સસ્તા અનાજના દુકાનના વેપારીઓ ને પડી રહેલ કનેક્ટીવીટીસહિતની હાલાકીઓને લઈને સસ્તાઅનાજની દુકાનદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમા અરજી કરી અને આ મામલે યોગ્ય થવા માંગણી કરતાં ગ્રાહકોની સુવિધાઓને લઈને થોડી છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરી હતી..જેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે…
આજે ગુજરાત હાઈકોર્ટએ ચુકાદો આપતા જણાવ્યું છે કે સસ્તા અનાજની ખરીદી કરવા માટે માત્ર આધારકાર્ડ ને જ આગામી તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી ફરજીયાત બનાવ્યા સિવાય અન્ય ઓળખનો સરકારી પુરાવો આપી અને તેની યોગ્ય નોંધણી કરી અને જે તે ગ્રાહકને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તા અનાજના દુકાનદાર એ આપવાની રહેશે…સાથે જ આ પ્રક્રિયા દરમિયાન કોઈ ગેરરીતી ના થાય તે માટે સસ્તા અનાજના દુકાનદાર એ યોગ્ય રજીસ્ટર સહિતની દસ્તાવેજોની નિભાવવાના રહેશે આમ છેલ્લા કેટલાય દિવસોથી લોકોને આધારકાર્ડ સહિતની પ્રક્રિયાઓને લઈને પડી રહેલ હાલાકીઓ વચ્ચે ગુજરાત હાઈકોર્ટ એ મહત્વપૂર્ણ ચુકાદો છે..