Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના ગાયત્રી નગરમાં એક સાથે ત્રણ મહિલાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે, એક જ પરિવારની માં, દીકરી અને દાદીમાના સામુહિક આપઘાતની આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે જાણવા મળતી વિગતો મુજબ ત્રણેય મહિલાઓ થોડા દિવસ પહેલા ભાણવડ તેમના સબંધીને ત્યાં આવ્યા બાદ આજે વહેલી સવારે ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કરી લેતા સ્થાનિક પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો છે અને તપાસ હાથ ધરી છે.



























































