mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાય દિવસોથી ભાદરવાના આકરા તાપનો પારો ગુજરાત સહીત જામનગરના લોકો પણ સહન કરી રહ્યા છે,અને ગરમીનું પ્રમાણ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યું તેમ લાગી રહ્યું છે,ત્યારે કારણ ગરમી હોય કે બીજું ગમે તે જામનગર જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં ત્રણ લોકોને ચક્કર આવતા બેભાન થયા બાદ મોત થયાનું જાહેર થયું છે,
પ્રથમ બનાવમાં કાલાવડના બાવા ખાખરિયા ગામે નાથાભાઈ હંસરાજભાઈ કપુરીયા નામના ૫૯ વર્ષીય વૃદ્ધ પોતાની વાડીએ બળદની સાથી ચલાવતા હતા એવામાં અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડતા ચક્કર આવી જતા નાથાભાઈ બેભાન બની ગયા બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું છે,
બીજા બનાવમાં જામનગર શહેરના યાદવનગર નજીક બહેનના ઘરે શ્રાધ્ધ હોય તેમા જમવા માટે ગયેલ રમેશભાઈ ચાવડા નામના યુવક ને અચાનક ચક્કર આવવા લગતા રમેશભાઈ બેભાન બની ગયા હતા જે બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પણ સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું,
જયારે ત્રીજા બનાવમાં જામનગર શહેરના નારાયણધામ વિસ્તારમાં સુનુંભાઈ દેવાભાઈ ચૌહાણ નામના આધેડ જે બે ત્રણ દિવસથી બીમાર હતા એવામાં તેવો ચાલીને તેના ભાઈને ઘરે જતા હતા ત્યારે ચક્કર આવતા પડી જવાથી તેમનું પણ મોત નીપજ્યું છે,
આમ એક જ દિવસમાં જામનગર જિલ્લામાં ત્રણ લોકોના ચક્કર આવી જતા મોત થયાનું પોલીસચોપડે નોંધાયું છે.