Mysamachar.in-મોરબી:
સૌરાષ્ટ્રમાં હનીટ્રેપના કિસ્સાઓમાં દિવસે-દિવસે વધારો થતો જતો હોય તેમ જામનગરના કાલાવડના ખરેડી ખાતે હનીટ્રેપ બનાવ બાદ જામનગરમાં વૃદ્ધનું રાજકોટમાં હનીટ્રેપમાં ફસાયા કિસ્સામાં મોત નીપજયું હોવાનું સામે આવ્યું હતું, તેવામાં મોરબી જિલ્લામાં હનીટ્રેપની જાણે મોસમ ખીલી હોય તેમ એક પછી એક ચોકવનારી ઘટનાઓ બની રહી છે. ત્યારે મોરબી તાલુકાના જીકિયારી ગામે કાકા, ભત્રીજા અને અન્ય એક વ્યક્તિને લલના સાથેનો સંગાથ મોંઘો પડી ગયો છે, ચાર શખ્સોએ ભોગ બનનાર ત્રણ વ્યક્તિના નગ્ન વિડીયો ઉતારી લઈ દોઢ લાખની માંગ કરી ઢોર માર મારતા સમગ્ર મામલો પોલીસમાં જતા આ હનીટ્રેપના કિસ્સાનો પર્દાફાશ થયો છે,
હનીટ્રેપના આ કિસ્સાની વાત જાણે એમ છે કે, મોરબી તાલુકાના જીકિયારી ગામે મિત્ર જેવા કાકા, ભત્રીજા અને અન્ય એક મિત્રએ રૂપિયા બબ્બે હજાર પ્રતિ વ્યક્તિ દીઠ ચૂકવી યુવતી સાથે રંગરેલીયા મનાવી હતી. પરંતુ આ યુવતીએ ત્રણેયને લૂંટવા આગાઉથી જ કારસો ઘડી કાઢ્યો હોય ક્ષણિક સંબંધ પૂરો થતાં જ ચાર શખસો જ્યા રંગરેલીયા મનાવવામાં આવી હતી તે વાડીમાં એસેન્ટ કારમાં આવી પહોંચ્યા હતા અને ભોગવનારા ત્રણેયની હાલત કફોડી બનતા હનીટ્રેપમાં શિકાર બરાબરનો ફસાયાનું જણાતા ત્રણેયના કપડાં કઢાવી વિડીયો ઉતારી લઈને લાખ – લાખ આપવા પડે તેવી ધમકી આપી અંતે દોઢ લાખમાં સેટિંગ કરી સવાર સુધીમાં પૈસા આપવાનું જણાવીને બેફામ માર માર્યો હતો,
દરમિયાન ભોગ બનનાર પૈસા ભેગા કરી ન શકતા સાંજ સુધીમાં પૈસા ન મળે તો વિડીયો ફરતો કરી દેવાની ચાર શખ્સોએ ધમકી આપતા આ હનીટ્રેપનો મામલો મોરબી એલસીબી સુધી પહોંચ્યો હતો. એલસીબીએ ત્વરિત કાર્યવાહી કરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ એસેન્ટ કાર કબ્જે કરી લીધી છે અને આરોપીઓ પણ હાથવેંતમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે હળવદમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ઝાલા ઉર્ફે કાનભા ઝાલાનું નામ બહાર આવ્યું છે. હાલ તો પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.