Mysamachar.inજામનગર:
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા અને ખેતીકામ કરતા બાબુભાઈ વિરજીભાઈ કાસુન્દ્રાએ જોડિયા પોલીસ મથકમાં મોરબી જીલ્લાના બેલા ગામના પાંચ ઇસમો જે ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અલ્પેશ ઈન્દુભાઈ આગલએ નાણા ધીરધારનુ લાયસન્સ લીધા વગર ફરિયાદી બાબુભાઈને ઉચા વ્યાજે પૈસા આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી બાબુભાઈને મનફાવે તેમ ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રોકડા રૂપીયા પડાવેલ તેમજ મકાનના બે પ્લોટ દસ્તાવેજ કરાવેલ તેમજ તેમજ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના ચાર કોરા ચેકમાં સહી કરાવી ચેક લઇ લીધેલ હોય તથા તમામ આરોપીઓ જેમાં અલ્પેશ ઇન્દુભાઇ આગલ, પરેશ દીલીપભાઇ કાસુન્દ્રા, ધીરજ વાલજીભાઇ કાનજી બોપલીયા, રાજ નાગાજણભાઇ ડાંગર, ગીરીશ બાવાજી રહે તમામ બેલા તા.જી-મોરબી વાળાઓએ બાબુભાઈના ઘરે જઇ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ભુંડી ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાની મદદગારી સબબની ફરિયાદ પરથી પી.એસ.આઈ.કે.આર.સિસોદીયાએ તપાસ શરુ કરી છે.