Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામથકે એક સરકારી ડોક્ટરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી છે અને આ ડોક્ટરને ધમકી પણ આપવામાં આવી છે. આ ડોક્ટરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. કાલાવડ ટાઉન પોલીસમથકમાં દાખલ કરાવવામાં આવેલી આ ફરિયાદમાં કાલાવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ તબીબી અધિક્ષક ડો. આર.પી.નકુમે જાહેર કર્યું છે કે, ગત્ રોજ બુધવારના દિવસે 4 શખ્સોએ એકસંપ કરી, આરોગ્ય કેન્દ્ર પર આવી, 108 કેમ ટાઈમે આવતી નથી તેમ કહી ડોક્ટર સહિતના સ્ટાફને ગાળો આપી.
આ સમયે ડોક્ટર સહિતનો સ્ટાફ એક મહિલાની પ્રસૂતિ માટે જવા રવાના થતો હતો, આ શખ્સોએ બધાંને રોકી લીધાં, સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી અને તને કાલાવડમાં નોકરી કરવા નહીં દઈએ એમ કહી ડોક્ટરને ધમકી આપી. આ બનાવે કાલાવડમાં ચકચાર જગાવી છે. આ ફરિયાદમાં જેમની સામે આરોપ છે તેના નામો નવઘણ સોલંકી, મહમદહુશેન ઉર્ફે ભોલો, અમજદખાન પઠાણ અને વાલશી ગઢવીના નામો જાહેર થયા છે.


