Mysamachar.in-અરવલ્લી:
ગુજરાતમાં બુટલેગરો દ્વારા કોઈ પણ ભોગે નીતનવા કીમિયાઓ અજમાવીને દારૂ ઘુસાડવા માટે પેરવી કરતાં હોય છે.આ વખતે પરીક્ષા બોર્ડની સપ્લીમેન્ટરીના કાર્ટૂનમાં ઇંગ્લીશ દારૂ લાવવામાં આવી રહ્યો હતો.પરંતુ પોલીસની સતર્કતાથી ટ્રકની સઘન તપાસ કરતા ૧૩.૫૧ લાખનો દારૂનો જથ્થો મળી આવતા વધુ એક વખત બુટલેગરોનો નવો કીમિયો પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.
ઇંગ્લીશ દારૂ ઘુસાડવાની આ નવી ટ્રીકની મળતી વિગત મુજબ અરવલ્લી જીલ્લામાં શામળાજી વેજલપુર નજીક એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. જેમાં મહારાષ્ટ્ર એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં વપરાતી સપ્લીમેન્ટરીના કાર્ટૂન પ્રથમ નજરે પોલીસને જોવા મળ્યા હતા. પરંતુ પોલીસને શંકા જતા આ કાર્ટૂનોના પેકિંગની આડમાં ઇંગ્લીશ દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા પરીક્ષા બોર્ડનો સહારો લેવાના કિમીયાનો પર્દાફાશ થયો હતો. ત્યારે પરીક્ષા બોર્ડની સપ્લીમેન્ટરીના ૮૫૦ કાર્ટૂન પણ જપ્ત કરીને સઘન તપાસ હાથ ધરી છે.
પોલીસે શામળાજી વેણપુર નજીક ટ્રકમાંથી ૩૬૦ દારૂની પેટી જેની કિંમત ૧૩.૫૧ લાખ થાય છે અને ટ્રક સહીત ૨૩.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ઉત્તરપ્રદેશના બે શખ્સોની કરી ધરપકડ કરીને આ દારૂ ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો અને ગુજરાતમાં ક્યાં બુટલેગરને દારૂ સપ્લાય કરવાનો હતો.તેની આકરી ઢબે હાલ તો પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.