Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
પોતાના મતક્ષેત્રમાં કોઈ પણ લોકોના પ્રશ્નો હોય હરહમેશા સજાગ રહી લોકપ્રશ્નોનું નિરાકરણ થાય તેના માટે હાલારના સાંસદ પૂનમબેન માડમ હમેશા સક્રિય રહ્યા છે, અને માટે જ તેવોએ લોકપ્રિય નેતાનું બીરૂદ હાંસલ કર્યું છે, ખેડૂતોના અને ગ્રામજનોના પ્રશ્ને હંમેશા જાગૃત રહેતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ આજે વધુ એક વખત ખેડૂતોની મદદે દોડી આવ્યા હોય ખેડૂતોએ પણ પોતાને સાચા જનપ્રતિનિધિ પ્રાપ્ત થયાનો આજે વધુ એક વખત અહેસાસ કર્યો છે.
વાત કઈક એવી છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા-દ્વારકા નેશનલ હાઇવે માટે લગત સતાવાળાઓ દ્વારા ખંભાળીયા પાસેના કુવાડવામા ખેડૂતોની જમીનો તેઓની મંજુરી વગર અને વળતર વગર બળજબરીથી પોલીસ બંદોબસ્ત સાથે સંપાદીત કરાઇ રહી હતી, આ ગંભીર બાબતની જાણ થતા સાંસદ પૂનમબેન માડમ સ્થળ ઉપર દોડી ગયા તેમજ ખેડૂતોની વ્યથા સાંભળી હતી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુવાડીયા ખાતે ખેડૂતોની જમીનનુ નિયમ વિરૂદ્ધનુ થઇ રહેલુ સંપાદન તાકીદે અટકાવી ખરા અર્થમા વધુ એક વખત સાચા જનપ્રતિનિધી તરીકેનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું, અને ખેડૂતો માટે જરૂરી સુચનાઓ આપી ખુલાસાઓ લગત તંત્ર પાસે માંગી જગતના તાતના હિતને તાત્કાલીક પ્રાધાન્ય અપાવ્યુ હતુ.



























































