Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ઉપરોકત ફોટામાં જોઇને સામાન્ય જેવા લાગતા વ્યક્તિ કોણ છે..તે કદાચ દ્વારકા જીલ્લાના લોકોને ભલીભાતી ખબર હશે, પણ અમે આપને જણાવીએ કે આ કોઈ સામાન્ય માણસ નહિ પરંતુ દેવભૂમિ દ્વારકા જીલ્લા સમાહર્તા, જીલ્લા કલેકટર (I.A.S) ડો.નરેન્દ્રકુમાર મીણા છે, સામાન્ય રીતે આપણે ત્યાં આઈ.એ.એસ અને આઈ.પી.એસ અધિકારીઓ ખુબ જ પ્રોટોકોલમાં જોવા મળતા હોય છે, ત્યારે ખુલ્લા મેદાન જેવી જગ્યા માં પથ્થર પર બેસીને હાથમાં કેમ ભોજનની થાળી પકડીને સાહેબ બેઠા હશે તે વિચાર સહેજ આવે..
વાત એવી છે કે દ્વારકા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીણા રૂટીન મુજબ જીલ્લામાં મુલાકાતો માટે નીકળ્યા હતા, દરમિયાન તેવોએ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે આવેલ એક પ્રાથમિક શાળામાં સાહેબ સીધા જ પહોચ્યા, અને તે દરમિયાન ત્યાં બાળકોને મધ્યાહન ભોજન પીરસવાની તૈયારી ચાલી રહી હતી, એટલે પહેલા તો કલેકટરે ચકાસણી કરી અને સીધા તેવો પણ એક પ્લેટ લઇ અને કોઈ સામાન્ય વ્યક્તિ હોય તેમ બાળકો સાથે મધ્યાહન ભોજન લેવા માટે શાળાના પટાંગણમાં રાખવામાં આવેલ પથ્થર પર બેસી ગયા અને તેવોએ પણ મધ્યાહન ભોજનની ચકાસણી સાથે લાભ લીધો..
જે બાદ આજે સવારે “Mysamachar.in” દ્વારા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે મારે પણ જોવું હતું કે મધ્યાહન ભોજન કેવું છે.? તેથી જ અચાનક હું પણ તે શાળામાં પ્રવેશ્યો, અને ત્યાં બનાવવામાં આવેલ મસાલા ભાત સહિતની બાળકોનું મધ્યાહન ભોજન મેં પણ લીધું…અને મારો વ્યક્તિગત અનુભવ આ મુલાકાત અને મધ્યાહન ભોજનને લઈને સારો રહ્યો
સામાન્ય રીતે આપણે ત્યાં મધ્યાહન ભોજનને લઈને કઈ કેટલી ફરિયાદો ઉઠતી રહે છે, ભોજનમાં થી જીવાત નીકળવી, યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં બાળકોને ભોજનના મળવું વગેરે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ, ત્યારે જીલ્લામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓએ કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીણા પાસેથી પ્રેરણા લઈને જયારે પણ શાળાઓ પાસેથી પસાર થઇ રહ્યા હોવ ત્યારે ત્યાં શું ચાલે છે, મધ્યાહન ભોજન, શાળાની સ્થિતિ વગેરે ચકાસવા જોઈએ, અને જરૂર લાગ્યે ઉચ્ચ અધિકારીઓ નું ધ્યાન દોરવું જોઈએ કારણ કે જીલ્લાના એક ઉચ્ચ અધિકારી ઓછપ ના અનુભવતા હોય તો અન્ય નીચેના તમામ અધિકારીઓ માટે કલેકટર પ્રેરણારૂપ છે.