mysamachar.in-જુનાગઢ:
રાજ્યમાં દિનપ્રતિદિન ખેડૂતોની આત્મહત્યાની વધતી જતી સંખ્યાઓ અને ખેડૂતોની વેદના મુદે રાજ્યસરકાર તો નક્કર પ્રયાસો નથી જ કરતી અને ખેડૂતોને આમ થી તેમ ભટકવાનો વારો આવે છે…ત્યારે જુનાગઢ ખાતે એક કાર્યક્રમ ને સંબોધન કરતી વેળાએ રાજ્યના કેબિનેટકૃષિમંત્રી આર.સી.ફળદુ એ રાજ્યમાં નકલી બિયારણ અને જંતુનાશક દવાઓના કારખાનાઓ અજ્ઞાત સ્થળોએ ધમધમી રહ્યા ની કબુલાત કરી છે…અને નકલી બિયારણ અને જંતુનાશક દવાઓને કારણે કારણે ખેડૂતો પાયમાલ થાય છે..અને બાદમાં આવા બિયારણ થી ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે..અને ખેડૂત ને આત્મહત્યા કરવાનો વારો આવતો હોવાની વાત પણ આર.સી.ફળદુ એ કરી છે…
હવે સવાલ એ થાય કે ખુદ કૃષિમંત્રી જ આવી કબુલાત કરતાં હોય કે રાજ્યમાં નકલી બિયારણ અને જંતુનાશક દવાઓને કારણે કિશાનોની હાલત કફોડી છે..તો પછી આવા નકલી બિયારણ બનાવવનાર વિક્રેતાઓ પર પણ પગલા લેવાશે ખરા..વધુમાં આર.સી.ફળદુ એ એમ પણ જણાવ્યું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ખેડૂત આત્મહત્યા કરે તે બાબત એ સ્પષ્ટ કરે છે કે ખેડૂતોને આપવું જોઈતું ઉતેજન નથી મળતું…આર.સી.ફળદુ એ કરેલા વિધાનો એટલું તો સ્પષ્ટ ચોક્કસ થી કરે છે કે રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ કેવી કફોડી છે…