mysamachar.in-જામનગર
જામનગર મનપાની એસ્ટેટ શાખા ખુબ વગોવાયેલી શાખા છે,આ એજ એસ્ટેટ શાખા જેના પર વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થઇ ચુક્યા છે,તો ભૂતકાળમાં તો એસીબી ની સફળ ટ્રેપો પર આ બ્રાંચ પર થઇ ચુકી છે,એવામાં આ જ બ્રાંચ નું પાપ હવે કોઈક નો ભોગ ના લે તો જ નવાઈ છે,
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને મનપાની માલિકીના સ્ટ્રીટલાઈટ કે અન્ય સ્થળો પર હોર્ડીંગ્ઝ બોર્ડ લગાવવા હોય તો મંજૂરી એસ્ટેટ વિભાગ પાસેથી લેવાની થતી હોય છે,એવામાં ભૂતકાળમાં જામનગરની એક શાળાએ તો કેટલાય બોર્ડ વગર મંજૂરી આખા ગામમાં લગાવી દીધાનું ખુદ ભાજપના કોર્પોરેટર એ ઉજાગર કરતાં એસ્ટેટ વિભાગની પોલ ખુલી જવા પામી હતી,મનપામાં અને જાણકારો મા તો એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે લાગવગીયાઓ ને એસ્ટેટ વિભાગ દ્વારા મંજૂરી હોય પાંચ દસ બોર્ડની અને શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની મીઠી નજર હેઠળ ૨૫-૫૦ બોર્ડ લાગી જાય ત્યાં સુધી નું આ શાખામાં ચાલતું આવ્યું છે,
અત્યારે વાત છે જામનગરના મુખ્ય રસ્તાઓની જ્યાં મનપાની સ્ટ્રીટ લાઈટ ના થાંભલાઓ પર મંજૂરી લઇ ને અથવા લીધા વિનાના આડેધડ બોર્ડ વાહનચાલકો પર મોતની માફક લટકી રહ્યા છે,માય સમાચાર ને કેટલાક જાગૃત નાગરિકોની ફરિયાદ મળી છે કે આ રીતે વાહનચાલકો ની સાથે અથડાઈ જાય તે હદ સુધીના હોર્ડીંગ્ઝ બોર્ડ મોત બનીને લટકી રહ્યા છે,
આ મામલે જયારે વગોવાયેલ એસ્ટેટ વિભાગના નાયબ ઈજનેર દીક્ષિત ની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેવો પોતાનો મિજાજ ગુમાવી બેઠા અને જાણે કાઈ જાણતા જ હોય તેમ નિયમોની દુહાઈ આપવા લાગ્યા અને વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરવા જણાવ્યું,
હવે જો એસ્ટેટ ના નાયબ ઈજનેર જ આવી બાબતને ખુબ જ સામાન્ય રીતે લેતા હોય ત્યારે જો કોઈ રાહદારી કે પછી વાહનચાલક ને આવા લટકી રહેલા બોર્ડ ને કારણે ઇજાઓ પહોચશે તો જવાબદારી કોની..??તે સવાલ પણ જાગૃત નાગરિકોમાં ઉઠ્યો છે.