Mysamachar.in-આણંદ:
આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં IPC કલમ 406,420 તથા IT Act. કલમ 65(C), 65(D) મુજબના કામના ફરીયાદી પ્રવિણચંન્દ્ર જમનાદાસ માથુકીયા રહે. મહેળાવ ના ઓને ખેતી સાચવવા સારૂ ઝટકા મશીન (Solar Fens Guard) તથા દવા છાંટવાના સ્પ્રે પંપ તથા બેટરી તથા સ્પેરપાર્ટસ લેવાના હોય જેથી તેઓએ ફેસબુક ગ્રુપ Modern Agricultural Implements (Sonu Agro Engineering) Ashapura Spreyer Pump ઉપર એક જાહેરાત જોયેલ
જેમાં ઝટકા મશીન, દવા છાટવાના તથા વોટ્ટસએપ નં.9106718352 ઉપર કોન્ટેકટ કરવાનું જણાવેલ જેથી અરજદારએ આ મોબાઇલ નંબર ઉપર કોન્ટેકટ કરતા સામાવાળાએ ઝટકા મશીન તથા દવા છાંટવાના છ સ્પ્રે પંપ તથા બેટરી તથા સ્પેરપાર્ટસ આપવા વાયદો કરી અરજદાર પાસે એડવાન્સમાં બેન્ક ખાતામાં રૂ.23,૦10 ઓનલાઇન ટ્રાન્સફર કરાવેલ અને મશીન તથા સ્પ્રે પંપ, બેટરી, સ્પેરપાર્ટસ આપવા બાબતે વાયદાઓ કરેલ પરંતુ મશીન તથા રૂપિયા પરત ન આપી બાબતે વાયદાઓ વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરેલ જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ ખાતે ફરીયાદ નોંધાવેલ.
જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી મહાદેવ હરજીભાઇ ભડાણીયા મૂળ રહે. શેખપર તા.મૂળી જી. સુરેન્દ્રનગર હાલ રહે. બોટાદ તથા એકાઉન્ટ ધારક અને અકીલ મહેબૂબભાઇ સુવાણ રહે. ગઢડા જીનના નાકે તા.જી. બોટાદ નાઓને હ્યુમન તથા ટેકનીકલ ઇન્ટેલીજન્ટની મદદથી ગઢડા-બોટાદથી ગણતરીના દિવસોમાં જ પકડી પાડવામાં આવ્યા છે.