Mysamachar.in:જામનગર
જામનગર કાલાવડ નાકા વિસ્તાર માંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી નો જથ્થો જામનગર એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એન.ચૌધરી અને પી.એસ.આઈ જે.ડી.પરમારના માર્ગદર્શનમાં એસઓજી સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા, દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના દિનેશ સાગઠીયા તથા રમેશ ચાવડા તથા સોયબ મકવાને ખાનગી બાતમી મળેલ કે કાલાવડ નાકા બહાર તાહેરીયા મદ્રેશા પાસે આવેલ કુલક્રિમ આઇશક્રિમ નામના બોર્ડ વાળા મકાનમાં હુશેનભાઇ હિન્દુસ્તાન ડેરીવાળા ભેળસેળ યુક્ત ધી બનાવે છે અને હાલ ઘી બનાવવાનુ ચાલુ છે,
જેથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જામનગરના અધિકારીઓ સાથે સ્થળ પર રેઈડ કરતા અબ્દુલકાદર રજાક કાશ મેમણ , હુશેન રજાક કાશ મેમણ ગેરકાયદેસર રીતે સોયાબિન તેલ તથા વેજીટેબલ ધી મિક્ષ કરી અસલ ઘી બનાવતા મળી આવેલ અને સ્થળ પરથી પોલીસે ભેળસેળ યુક્ત ધી કુલ 260 લીટર કિ.રૂ.52000, વેજીટેબલ ઘી ના ડબ્બા નંગ 25 કિ.રૂ.41250 તથા સોયાબિન તેલના ડબ્બા નંગ 12 કિ.રૂ.19560 એમ કુલ કિ.રૂ.1,12,810 નો મુદ્દામાલ મળી આવેલ, આ શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી માંથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જામનગરના અધિકારીઓએ પુથ્થકરણ માટે સેમ્પ્સ લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.