• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, June 26, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

800 થી વધુ ચિત્રો બનાવનારા આ છે અરવિંદભાઈ, ઓઇલ પેઇન્ટ, પ્લાસ્ટિક પેઇન્ટ ઉપરાંત પેન્સિલ વર્કથી પણ ચિત્રો બનાવવામાં માહેર

My Samachar by My Samachar
November 16, 2021
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
800 થી વધુ ચિત્રો બનાવનારા આ છે અરવિંદભાઈ, ઓઇલ પેઇન્ટ, પ્લાસ્ટિક પેઇન્ટ ઉપરાંત પેન્સિલ વર્કથી પણ ચિત્રો બનાવવામાં માહેર
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

આપણા સમાજમાં સાચુ જ કહેવાયું છે કે જે માણસ પોતાની સૌથી મોટી આવડત એવા શોખ પાછળ ભાગે છે તેને સફળતા અવશ્ય મળીને જ રહે છે. પરંતુ કમનસીબે ઘણાં એવા લોકો છે કે જે પરિવારના નિર્વાહ અને રોજીરોટીના ચક્કરમાં ફસાઈને પોતાના શોખને પડતો મૂકવા મજબૂર બને છે અને આખુ જીવન પૈસા પૈસા કરતા જ વિતાવે છે. આવા લોકોને પ્રેરણા આપે એવો કિસ્સો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકામાંથી મળી આવ્યો છે.

જામકલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં અરવિંદભાઈ દેવરાજભાઈ ખાણધર રહે છે. અરવિંદભાઈના ઘરનો વ્યવસાય ખેતી. બા-બાપુજી ખેતી કરે. ઘણી વખત અમુક આર્ટ ભગવાન તરફથી માણસને ગોડ ગિફ્ટ તરીકે મળ્યાં હોય છે. અરવિંદભાઈના કેસમાં પણ એવું જ…. તેમને નાનપણથી જ ચિત્રકલામાં ખૂબ જ રસ. સાતમા ધોરણમાં હતા એ વખતે નાના-મોટા ઘણાં ચિત્રો બનાવ્યા કરે.અરવિંદભાઈ ઘરમાં એકમાત્ર દિકરા, તેમનાથી મોટી 3 મોટી બહેનો હતી. ત્રણેય બહેનો સાસરે ગયા પછી ખેતીની જવાબદારી અરવિંદભાઈ ઉપર આવી પડી. એ સમય એવો વિચિત્ર હતો કે અરવિંદભાઈ માટે ખેતી, અભ્યાસ અથવા ચિત્ર ત્રણેયમાંથી એકની પસંદગી કરવી જરૂરી હતી.આખરે પરિવારના નિર્વાહ અને જવાબદારીના લીધે અરવિંદભાઈને ખેતીની પસંદગી કરવી પડી. થોડા સમય સુધી તેમણે ખેતી કરી, પણ અંતરમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો શોખ રહી રહીને દેખા દીધે રાખતો હતો. ધીરે ધીરે અરવિંદભાઈએ ખેતીની સાથે સાથે ચિત્રો બનાવવાનું શરૂ કર્યું. 

અત્યારસુધીમાં અરવિંદભાઈએ 800થી વધારે ચિત્રો બનાવ્યાં છે. અનેક વ્યક્તિ, મહાનુભાવોના ચિત્રો ઉપરાંત રાજ્યો અને દેશના નકશા અને સંસ્થાઓના લોગો પણ અરવિંદભાઈએ બનાવ્યા છે. ઝાંસી ખાતે યોજાયેલી મણિકર્ણિકા આર્ટ ગેલેરીમાં યોજાયેલ એક્ઝિબિશનમાં કુલ 14 દેશના 181 કલાકારોની કૃતિઓમાં અરવિંદભાઈની ૨ કૃતિનો પણ સમાવેશ થયો છે.  ઓઇલ પેઇન્ટ, પ્લાસ્ટિક પેઇન્ટ ઉપરાંત પેન્સિલ વર્કથી પણ ચિત્રો બનાવવામાં માહેર એવા અરવિંદભાઈની કેટલીય કૃતિઓ વિવિધ અખબારો અને પ્રકાશનોમાં પણ ચમકી ચૂકી છે. ગુજરાત સરકારે 2021ની દિવાળી સમયે માહિતી ખાતાનો જે દિપોત્સવી અંક બહાર પાડ્યો તેમાં પણ અરવિંદભાઈના ચિત્રો પ્રકાશિત થયાં છે. અરવિંદભાઈએ પોતાના શોખને તેને રોજીરોટીની સાથોસાથે સતત જીવતો રાખ્યો અને તેના લીધે જ આજે તેમના ચિત્રો અનેક જગ્યાએ સ્થાન પામ્યા છે અને વખણાયા છે. આજે દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરમાં પણ અરવિંદભાઈના ચિત્રો સ્થાન પામ્યા છે, જે તેમની ચિત્રો દોરવાની કાબેલિયત દર્શાવે છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

June 26, 2025
જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

June 26, 2025
નોટરીનો દરજજો મેળવવા હવે વકીલોએ આટલું કરવું પડશે…

પોલીસ દ્વારા વકીલને સમન્સ: સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો…

June 26, 2025
જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

June 25, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

June 26, 2025
જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

June 26, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®