mysamachar.in-રાજકોટ:
ફેસબુકમાં બોગસ આઈડી બનાવીને યુવતીઓને લગ્નની લાલચ આપી ફસાવવામાં આવતી હોવાનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, લંડનમાં બનેલા મિત્રના નામ અને તેના ફોટાનો ઉપયોગ કરી બોગસ પ્રોફાઇલ બનાવી ફેસબુકથી માંડીને તમામ સોશિયલ સાઇટ અને મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ બનાવી યુવતીઓ સાથે ચેટિંગ કરતો અને લગ્નની લાલચ આપી તેમના અંગત ફોટા મંગાવીને વિશ્વાસઘાત કરતાં એક ચીટરને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટથી ધરપકડ કરી છે,
રાજકોટનો યુવક લંડનમાં રહેતો હોવાનું યુવતીઓને જણાવતો હતો,તેણે એક યુવતીને મોકલેલા ફોટા અંગે તપાસ કરતાં યુવતીને પ્રોફાઇલ બોગસ હોવાની શંકા ગઈ હતી,તેણે તે જ ફોટાથી અસલ પ્રોફાઇલ ધારકને શોધીને ચીટરનો ભાંડો ફોડયો હતો,
સાયબર ક્રાઇમમાં એક યુવકે થોડા દિવસ પહેલા ફરિયાદ કરી હતી કે, તેના ભાઈ-ભાભીના ફોટાનો કોઈ દુરુપયોગ કરીને યુવતીઓને લગ્નની લાલચ આપી રહ્યો છે,એક યુવતીએ તેના ભાભીને ફેસબૂક પર ફોટાથી શોધીને આ માહિતી આપી હતી,ઘટનાને ગંભીરતાથી લઈ સાયબર ક્રાઇમની પોલીસ ટીમે રાજકોટ ગાંધીગ્રામ ખાતે લક્ષ્મીજી પાર્કમાં રહેતા બીપીનકુમાર શાંતીલાલ મહેતાની ધરપકડ કરી છે,
વધુમાં ઝડપાયેલા બીપીનએ કબૂલાત કરી હતી કે તે અગાઉ લંડનમાં રહેતો હતો ત્યારે પાર્થ પંડ્યા નામના યુવક સાથે મિત્રતા થઈ હતી,પોતે ૨૦૧૬માં પરત આવી ગયો હતો,ત્યાર બાદ તેણે પાર્થ પંડ્યાની ફેસબુક પ્રોફાઇલ પરથી તેના ફોટા ડાઉનલોડ કરી તેના જ નામે બોગસ પ્રોફાઇલ બનાવી હતી,આ પ્રોફાઇલનો ઉપયોગ કરી તે મેટ્રિમોનિયલ સાઇટ્સથી યુવતીઓનો સંપર્ક કરતો અને લગ્નની લાલચ આપી તેમના અંગત ફોટા મંગાવીને ચેટીંગ પણ કરતો હતો,સાયબર ક્રાઇમની પોલીસએ આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.