જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલારમા દર વર્ષે કોઇ ને કોઇ ત્રુતુ કે'વરાવે છે આ વખતનો જાન્યુઆરી માસ ખુબ યાદગાર બન્યો તો ગત ઓગષ્ટ એન્ડ થી ઓક્ટોબરનો પ્રારંભ વરસાદ માટે યાદ રહી જ ગયો છે તો ૨૦૧૯ નો આકરો તાપ જીવને જાણે ભળભળ બાળતો હતો, બહુ પાછળ ન જઇએ તો પણ ૨૦૦૨ મા ઓછા વરસાદ બાદ ૨૦૦૩ મા અષાઢી બીજના બીજા દિવસનો અતિભારે વરસાદ એ બાદ ૨૦૦૭ નો વરસાદ ત્યારબાદ ૨૦૧૦ અને ૨૦૧૩ના વરસાદે તો માજા મુકી હતી, તો વળી ૨૦૧૬ અને ૨૦૧૭ના ઠીક ઠીક બાદ ૨૦૧૯ ના ચોમાસાએ લોકોને ત્રાહીમામ કરાવ્યા…. તેવુ જ ઠંડીમા થાય છે દર બે વર્ષ અથવા એવરેજ બે વર્ષ ઠંડી પ્રકોપ રહે છે જે ગત ૨૦૦૪ થી ૨૦૨૦ સુધીમા આઠ વર્ષ ઠંડીના રહ્યા છે. તો ઉનાળાનુ તો પુછવુ જ શુ જો શિયાળામા હિમવર્ષા બાદના ઉતરીય પવન આ તરફ ન પહોંચે તો પણ ગરમી તેમજ ચોમાસામા વરસાદ ન હોય તો ગરમી તો પાકી હોય જ છે તેમ છતા છેલ્લા ૨૦ વર્ષમા જોઇએ તો અત્યાર સુધીમા છ વર્ષ એવરેજ નહી પણ સળંગ ૨૦૧૪ થી ગરમી વધતી જ રહી છે,
આમ બે દાયકામા છ-છ વર્ષ તો ઠંડી ગરમી ચોમાસાના આકરા રહે છે, જેમા બે પાસાઓ છે કાં ઠંડી ઓછી કા અસહ્ય કા ચોમાસુ ઓછુ કા અસહ્ય એવુ રહે જ છે પરંતુ હવેની પેટર્ન દરેક ઋતુના પ્રકોપ કે વિચિત્રતા ના છે અને કોઇ ઋતુ કેવી જશે તે અગાઉથી અનુમાન મુશ્કેલ થઇ રહ્યુ છે જો કે ગરમીના દિવસો વધુ રહેતા હોય છે, પ્રાકૃતિક સંપદાના આડેધડ બેરોકટોક નિકંદન, વધતુ જતુ ઘાતક પ્રદુષણ વગેરેના કારણે એક તરફ ઋતુઓ ચિત્ર વિચિત્ર અનુભવાય છે ઉપરથી જીવન શૈલી ઋતુઓ સાથે તાલમેલ જાળવે કે રક્ષણ આપે તે પ્રકારની પહેલેથી કેળવાતી ન હોય એવરેજ ત્રણ વર્ષ આકરા રહે છે તે દર વર્ષ આકરા બનતા જાય તો પણ નવાઇ નહી,
કુદરતી સંપદા ઘટતા જંગલ, દરિયા, વૃક્ષો, પર્વતો, ટેકરીઓ, નદીઓ સમુદ્રોના ઘસારા નાશ નુકસાન અને ધુમાડા ગેસ ઉત્સર્ગ કચરા બીજા કચરા ગેસ ઝેરી વાયુ ઘોંઘાટ વગેરેના પ્રદુષણના કારણે એક તો શ્ર્વાસ માટે શુદ્વ હવા ઘટી આંખ,ચામડી મગજના સંતુલનના નુકસાન જીવનપદ્વતિમા જાગૃતતા અને જાળવણી તેમજ પર્યાવરણ સંતુલન માટે શિક્ષણ કે ઝુંબેશના અભાવ અનિયમિતતા વગેરે એકંદર જનજીવન અને પ્રાકૃતિતતા ને બગાડે છે માટે એક તરફ ઋતુઓ બગડે છે, પવન રોકતી કુદરતી સંપદા ઘટતા ગરમી ઠંડી રોકાતા અટકે છે, અને ગરમ ઠંડી હવા હવામાન ઉપર કબજો લઇ લે છે ભેજ વગેરેના અસંતુલન થી વાદળા બંધાતા અટકવા ક્યાક વધવા તો વળી ક્યાક ન વરસવા ક્યાંક તબાહી તો ક્યાક કોરૂ ધાકોળ આ દરેક બાબતો ચિંતાજનક છે,
આ દરેક વિકૃતિ અત્યાર સુધી ચોક્કસ ગેપ રાખી જનજીવન ને કષ્ટ આપતા રહ્યા અને છેલ્લા વીસ વર્ષમા એવરેજ દર ત્રણમાંથી એક વર્ષ કોઇને કોઇ ઋતુ વધુ આકરી રહેતા છ-છ વર્ષ શિયાળાને ચોમાસા વધુ તિવ્ર રહ્યા અને ઉનાળો પણ છ વર્ષનો આકરો રહેતા ભલે સળંગ પરંતુ વીસ વર્ષમા છ વર્ષ આકરો રહ્યો, હવે જોકે આ ત્રણ વર્ષના ગેપના બદલે દર વર્ષે કોઇ એક કે એકથી વધુ ઋતુ તોબા પોકારાવે અથવા કોઇ ઋતુ અનિયમિત થાય તેમજ સીઝન ના કેલેન્ડર જાણે બદલી જાય તો પણ નવાઇ નહી જેનો અણસાર પણ છેલ્લા દોઢેક વર્ષમા આવ્યો છે.