Mysamachar.in- જામનગર:
જામનગર જીલ્લામાં જોડીયા તાલુકો પછાત ગણવામાં આવે છે અને જોડીયા બંદર પડી ભાંગતા સ્થાનિક માછીમારોની કફોડી સ્થિતિ છે,તો બીજી તરફ જોડીયા હવે રેતીની ખનીજ ચોરી માટે સ્વર્ગ સમાન હોય,બેફામ અને ખુલ્લેઆમ તંત્રના નાક નીચે જ રેતી ચોરીનું કારસ્તાન ચાલે છે,છતાં પણ રેતી માફિયાઓને કોણ થાબડભાણા કરી રહ્યું છે તે સમજી શકાય તેવી વાત છે,
જોડીયા તાલુકામાં રેતીચોરીના કૌભાંડની મળતી વિગતો મુજબ જામનગર ખાણ-ખનીજ વિભાગની પહેલેથી જ શંકાસ્પદ ભૂમિકાના લીધે રેતીના ખનીજચોરોને મોકળુ મેદાન મળી ગયું છે,તેની પાછળ સ્ફોટક તથ્ય સામે આવ્યા હોય તેમ દિવસે ડ્રાઈવર તરીકે ફરજ બજાવીને રાત્રીના સમયે રેતીના ખનીજ ચોરો સાથે મળીને એક ડ્રાઈવર ખનીજ ચોરી કરાવતો હોવાનું જાણવા મળે છે,આમ જોડીયા તાલુકામાં આવેલ પવિત્ર નદીઑમાંથી રેતી કાઢીને પર્યાવરણને નુકશાન કરવાનું જે પાપ આચરવામાં આવી રહ્યું છે,તેની પાછળ ડ્રાઈવરની મુખ્ય ભૂમિકા છે અને તે જ તમામ વહીવટ લગત તંત્ર સુધી પહોંચાડી અને કી-પર્સનની ભૂમિકા ભજવી રહ્યો છે,ના માત્ર તંત્ર પણ આ વિસ્તારના અમુક ભાજપ-કોંગ્રેસના આગેવાનોનો પણ રેતી ચોરીમાં સિંહફાળો છે,તેથી જ તેના મોઢા સિવાઇ ગયા છે,
છાસવારે લોકોના પ્રશ્નોનેના મુદ્દે રેલી લઈને નીકળી પડતા આગેવાનોની આંખો રેતી ચોરીમાં કેમ બંધ થઈ ગઈ છે?તે સવાલ પણ આ વિસ્તારમાં લોક મુખે ચર્ચાઇ રહ્યો છે,
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.