Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જામનગર જિલ્લામાં હાથી પગાના 2 નવા કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે, જામનગર જિલ્લા પંચાયતની મલેરિયા શાખા દ્વારા જીલ્લાની 39 શાળાઓના 1699 બાળકોને ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી જામનગર ગ્રામ્ય પંથકમાં બે બાળકોમાં હાથીપગાના કેસ જોવા મળ્યા હોવાનું જીલ્લા પંચાયતના મેલેરિયા ઓફીસર ડો.રાજેશ ગુપ્તાએ જણાવ્યું છે, રાષ્ટ્રીય હાથી પગો અંતર્ગત ગત તા.12 થી તા.16 દરમિયાન 39 શાળાઓમાં બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવતા બે બાળકોમાં હાથી પગાના લક્ષણ દેખાયા હતા જેનું પરીક્ષણ કરતા બન્ને બાળકોને હાથીપગો હોવાનું સામે આવ્યું છે. હાલ બાળકને 12 દિવસની આ રોગ પ્રત્યેની દવા સાથે પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.