Mysamachar.in-મહેસાણા:
આજના વિવિધ એપ અને સોશ્યલ મીડીયાના સમયમાં ખાસ તો નાણાકીય ગેરરીતિઓ…છેતરપીંડીના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે, ઓટીપી મેસેજ કે કોલ દ્વારા ગઠિયાઓ લોકોના બેંક એકાઉન્ટને સાફ કરી નાખે છે, પણ મહેસાણામાં એક એવો કિસ્સો સામે આવ્યો જે સૌ કોઈને વિચારતા કરી દે તેવો છે, જેમાં ના કોઈ ઓટીપી મેસેજ કે પછી કે કોલ અને એક બિલ્ડરના ખાતામાંથી 37 લાખની રોકડ ઉપડી જતા આ કિસ્સાએ ભારે ચર્ચાઓ જગાવી છે.
મળતી માહિતી મહેસાણાના ઉર્વી કન્સ્ટ્રક્શન કંપનીના બિલ્ડર દુષ્યંત પટેલના ફોનમાં ઓટીપી શેર વિના સાથે બેંક ખાતામાંથી 37 લાખ રૂપિયાની ઠગાઇ થઇ છે. બેંકમાં ખાતાની વિગત જાણવા બેંકમાં ગયા પણ ત્યા તેને કોઇ સંતોષજનક જવાબ ન મળતા આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.કોઈને ઓટીપી શેર કર્યા બાદ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જવાના અનેક કિસ્સા તો આપણે સાંભળ્યા છે.પરંતુ મહેસાણામાં કોઈ ઓટીપી શેર કર્યા વિના કે પછી કોઈ અજાણી લિંક ને ખોલ્યા વિના જ એક બિલ્ડરના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ ગાયબ થઈ ગઈ છે.
એક જ દિવસમાં દસ મિનિટમાં સી સી એકાઉન્ટમાંથી 37 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા આખો મામલો સામે આવ્યો છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને બિલ્ડરની ફરિયાદ બાદ પોલીસે વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલી રકમ સ્ટોપ કરી દીધી છે. જો કે આટલી મોટી રકમ કેવી રીતે અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ તેનો જવાબ પોલીસ પાસે નથી.
37 લાખ રૂપિયા જેટલી રકમ ICICI બેંક્ના અન્ય કોઈકના ખાતા નંબરમાં ટ્રાન્સફર થઇ જતા તેઓ અજીબો ગરીબ ઠગાઈનો ભોગ બન્યા છે. પોતાના એકાઉન્ટમાંથી તબક્કાવાર મોટી રકમનો ઉપાડ શરૂ થતાં ચોકી ઉઠેલા દુષ્યંતભાઈ બેંકમાં દોડી જતા વધુ રકમ ટ્રાન્સફર થતા તો બચી ગઈ છે. પણ આ 37 લાખ કેવી રીતે બીજા ખાતાઓમાં પહોંચી ગયા તેનો જવાબ નથી તો બેન્ક પાસે કે નથી પોલીસ પાસે.
એકાઉન્ટમાંથીમાં થી સંમતિ કે જાણ બહાર અલગ-અલગ કુલ ત્રણ ટ્રાન્જેકશન દ્રારા કુલ રૂપીયા 37,૦૦,૦૦૦/- નુ ફ્રોડ થઈ જતા તપાસને અંતે ખાતામાંથી કપાયેલ પૈસા ICICI બેંક્ના અન્યના ખાતા નંબરમાં ટ્રાન્સફર થયેલાનું સામે આવ્યું હતું. આ ત્રણેય ટ્રાન્જેક્શન માટે ફરીના બેંક રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર કોઇપણ પ્રકારના ઓ.ટી.પી. કે કોઇ ફ્રોડ કૉલ કે કોઇ ફ્રોડ લીંક પણ આવેલ ન હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.