Mysamachar.in-ગાંધીનગર:
રમશે ગુજરાત, જિતશે ગુજરાત એવા ટાઇટલ સાથે ઘણાં વર્ષોથી રાજ્યમાં ખેલ મહાકુંભ યોજવામાં આવે છે પરંતુ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં લાંબા સમયથી વ્યાયામ શિક્ષકોની ભરતીઓ થતી નથી, એવી ટીકાઓ અવારનવાર થતી રહે છે, હવે આ ભરતીઓનો પણ પ્રારંભ થઈ જશે. રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત થઈ છે કે, શિક્ષણ સહાયકોની ભરતીઓમાં વ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોની પણ ભરતીઓ કરવામાં આવશે.
રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતીઓ થશે. 7,500 જગ્યાઓ માટે ભરતીઓ કરવામાં આવશે. આ ભરતીઓમાં કોમ્પ્યુટર શિક્ષકોની પણ ભરતીઓ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, લાંબા સમયથી આ ભરતીઓ થઈ ન હોય, સમગ્ર રાજ્યમાં આ મુદ્દે ઘેરો અસંતોષ છે, નારાજગીઓ છે, રજૂઆતો અને આંદોલનો પણ ઘણાં સમય સુધી ચાલતાં રહ્યા બાદ આખરે આ જાહેરાત થવા પામી છે.