Mysamachar.in:જામનગર
દિવાળીનો પર્વ પ્રકાશનો પર્વ છે, નાના મોટા સૌ કોઈ ઉત્સાહથી ફટાકડા ફોડી અને દિવાળીની ઉજવણી કરતા હોય છે, ત્યારે ક્યાંક દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે બાબલો થતી હોવાનું સામે આવતું રહે છે, આવી જ ત્રણ ઘટનાઓ જામનગર જીલ્લામાં સામે આવી છે, જેમાં એક ઘટનામાં બન્ને પાડોશીઓ ફટાકડા ફોડવા બાબતે બાખડ્યા બાદ બન્ને પક્ષે સામસામી ફરિયાદ દાખલ થઇ છે તેની વિગતો એવી છે કે..
શહેરના ગુલાબનગર નજીક મોહનનગરના છેવાડે, મેઇન ઢાળીયો, ગલી નં-9,10 ની વચ્ચે રહેતા રમેશગીરી ગોપાલગીરી ગોસાઇએ તેમની શેરીમા પાર્ક કરેલ સેરવેલેટ કંપનીની સી.એન.જી. સ્પાર્ક ફોરવ્હીલ પાસે દેવભાઇ, હિમાંશુભાઇ, પ્રીયાબેન અને ભાવેશભાઇના પત્ની ફટાકડા ફોડતા હોય જેથી રમેશગીરી તેમને ત્યા ફટાકડા નહી ફોડવા સમજાવતા હિમાંશુભાઈએ ગાળાગાળી કરી ઝઘડો કરેલ તથા દેવ્ભાઈએ માથાના ભાગે ક્રીકેટના બેટ વડે એક ઘા કરતા માથાના ભાગે પાંચ ટાકા આવેલ હિમાંશુભાઈએ લાકડી વડે આડેઘડ ઘા કરેલ જે બાદ પ્રિયાબેન અને ભાવેશભાઈના પત્નીએ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ સામે આવી છે તો સામે પક્ષે પણ ફરિયાદ રમેશગીરી સહિતના પરિવારના સભ્યો સામે ફરિયાદ નોંધાવાઈ છે તેની વિગતો એવી છે કે
જેમાં ફરિયાદી તરીકે હિમાંશુભાઈ રણજીતભાઇ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરીયાદી હિમાંશુભાઈ તેમજ તેનો દિકરો નીરવ તેમના ઘર પાસેના કોમન પ્લોટમા ફટાકડા ફોડતો હોય ત્યારે બાજુમા રહેતા રમેશગીરી ગોપાલગીરી ગોસાઇ તેમને ફટાકડા ફોડવાની ના પાડતા ફરીયાદી તેમને સમજાવા જતા રમેશગીરીએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી હતી અને જોતજોતામાં લોખંડના પાઇપનો એક ધા ફરીયાદીને ડાબી આંખ પર કપાળના ભાગે મારી મુઢ ઇજા કરી તથા શરીરે ઢીકા પાટુનો મારમારી મુંઢ ઇજા કરી તથા વધુમાં રમેશગીરી સાથે અન્યો ગીતાબેન તથા આરતીબેન તથા મુકેશગીરી તથા રમેશગીરીએ એકસંપ કરી ફરિયાદી હિમાંશુની પત્ની અને દીકરીને મારમારી બધાને મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી હોવાનું એ ડીવીઝન પોલીસ મથકે જાહેર થયું છે.
જયારે ત્રીજી ઘટનામાં જુના નાગના ગામે સામે આવી છે. જેમાં ફરિયાદી અમીન લાલજીભાઇ પરમારે બેડી મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અમીન ગામના પાદરના ચોકમા દિવાળીનો તહેવાર હોવાથી ફટાકડા ફોડતા હતા ત્યારે ગામમાં વસવાટ કરતો ગીરધર નાથા ડાભી પણ પોતાના ફટાકડા ફોડવા આવેલ હતો અને ત્યારે આરોપીએ પોતાનો ફટાકડો સળગાવી અને અમીન પરમાર ઉપર ઘા કરેલ હતો જેથી ફરિયાદી આરોપીને સમજાવવા જતા આરોપી ગીરધરે એકદમ ઉશ્કેરાઇ જઇ અને અમીન સાથે ઝગડો કરેલ તેમજ શરીરે ઢીકાપાટુનો માર મારેલ અને ભુંડી ગાળો બોલેલ અને રસ્તા ઉપરથી પત્થર ઉપાડી અને પત્થરનો છુટો ઘા કરી કાનની ઉપર અને માથાના ભાગે ઈજાઓ પહોચાડ્યાની ફરિયાદ જાહેર થઇ છે.