Mysamachar.in-આણંદ
એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે અને કોઈપણ પ્રસંગો પણ સીમિત સંખ્યા સાથે જ કરવાની છૂટ આપવામાં આવી છે, એવામાં રાજ્યના આણંદ જીલ્લાથી જે રીતે સમાચારો મળી રહ્યા છે તે પ્રમાણે મહિલાઓ અને પુરુષો દ્વારા એક ફાર્મ હાઉસમાં દારુ અને ડાન્સની મોજ સાથેની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી અને તમામ સામે ગુન્હો દાખલ કર્યો છે, હાલમાં ચાલતાં કોરોના મહામારી બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનું ચુસ્ત પાલન કરાવવા બાબતે મળેલ સુચનાની અમલવારી સારૂ પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમીદાર થી બાતમી મળેલ કે રોયલ ફાર્મ હાઉસના ખુલ્લા હોલમાં દારૂની મહેફીલ માણે છે. જે આધારે ફાર્મ હાઉસ ઉપર તપાસ કરવામાં આવતા આ કુલ 13 લોકો નશાની હાલતમાં મળી આવ્યા હતા. જે તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પાસ પરમીટ વિના ગેરકાયદેસર રીતે આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામ ખાતે આવેલ રોયલ ફાર્મ હાઉસના ખુલ્લા હોલમાં દારૂની મહેફીલ માણવા સારૂ પાર્ટીનું આયોજન કરેલ જે તમામ કોઇ પણ જાતનું સોશ્યલ ડીસ્ટાન્સ જાળવ્યા વગર માસ્ક પહેર્યા વગર રોગ ચાળો ફેલાય તેવી દહેશત હોવાનું જાણવા છતા મ્યુઝીક સીસ્ટમ સાથે સ્થળ ઉપરથી પ્રોહી મુદામાલ તથા પાર્ટીના આયોજનના સરસામાન તથા મોબાઇલ નંગ -12 – તથા ફોર વ્હિલ – 2 તથા મો.સા 01 સાઉન્ડ સીસ્ટમ -1 મળી કુલ્લે કિ.રૂ. 20.03.300/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય જેઓના વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ 66 (1) બી. 65 એ.એ, 81,83,116 (ખ) 75 એ તથા ઇ.પી.કો કલમ 188.269 અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51 બી મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
કોની કોની સામે ગુન્હો દાખલ થયો
-વિજયકુમાર રિશભકુમાર શર્મા
-સમીર સુરેશપ્રસાદ તીવારી
-પ્રમોદ શંકરલાલ રાજપુત
-પરીતોષ સંતોષકુમાર વર્મા
-શીશીર સુરેશપ્રસાદ તિવારી
-રાજેશભાઇ સામંતભાઇ પઢિયાર
-ખેમરાજ સુરજદીન સોની
-રાકેશ રવિકાન્ત સ્થાપક
-પુનમભાઇ અંબાલાલ સોલંકી