Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીનની માપણી તથા રીસર્વેની કામગીરીમાં રહેલ અનેક ભૂલો સબંધે વિધાનસભા સત્રમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પ્રશ્નો ઉઠાવેલ હતા, માડમે તા.31/12/2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી તથા રીસર્વેના કામમાં રહી ગયેલ ભૂલો સુધારવાની કેટલી અરજીઓ મળી છે ? મળેલ અરજીઓ પૈકી વર્ષવાર કેટલી અરજીઓમાં ભૂલોની સુધારણાં કરવામાં આવી ? અને હજુ કેટલી અરજીઓ પડતર રહેલ છે ? તેમજ પડતર રહેલ અરજીઓમાં કયાં સુધીમાં આવી ભૂલોની સુધારણા કરવામાં આવશે?
ધારાસભ્યનાં પ્રશ્નોનાં જવાબમાં સરકારમાં મહેસુલમંત્રી તરીકેનો હવાલો સંભાળતા મહેસુલ મંત્રીએ વિધાનસભામાં જવાબમાં જણાવ્યું કે કે, તા. 31/12/2020ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી રીસર્વેનાં કામમાં રહી ગયેલ ભૂલો સુધારવાની મળેલ અરજીઓ, ભૂલ સુધારણા કરવામાં આવેલ અરજીઓ અને પડતર અરજીઓની વિગતોમાં
– વર્ષ તા.1/1/19 થી તા.31/12/19, મળેલ અરજીઓ 4919, ભૂલ સુધારણા કરેલ અરજીઓ 46, પડતર અરજીઓ 4873
– વર્ષ તા.1/1/2020 થી તા.31/12/2020, મળેલ અરજીઓ 1105, ભૂલ સુધારણા કરેલ અરજીઓ 19, પડતર અરજીઓ 1086
– કુલ : મળેલ અરજીઓ 6024, ભૂલ સુધારણા કરેલ અરજીઓ 65, પડતર અરજીઓ 5959
આ સમયગાળા દરમ્યાન અગાઉના વર્ષની કુલ 5110 પડતર અરજીઓમાં ભૂલ સુધારણા કરવામાં આવેલ છે. બાકી રહેલ અરજીઓમાં સત્વરે ભૂલ સુધારણા કરવામાં આવશે તેમ પણ મહેસુલ મંત્રીએ જવાબમાં જણાવ્યું હતું.