Mysamachar.in-ભરુચ:
ભાજપના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ ગુજરાતમાં દારૂબંધીને દંભી દારૂબંધી હોવાનું કહીને દારૂના દુષણને લઇને આકરા પ્રહારો કર્યા છે, ખુમાનસિહે કહ્યું કે હલકી ગુણવતાના શરાબનું સેવન કરીને યુવાનો એક રોટલી પણ ખાઈ શકતા નથી, અને યુવાનો બરબાદીને માર્ગે છે,અને નાની ઉમરની દીકરીઓ વિધવા થઇ રહી હોવા અંગે પણ તેવો એ ચિંતા વ્યક્ત કરી,
વધુમાં તેને ગુજરાતની કહેવાતી દારૂબંધીને નિશાને લઈને એવું પણ નિવેદન આપ્યું કે રાષ્ટ્રપિતા માત્ર ગુજરાતના નહી પણ સમગ્ર ભારતના છે કા તો આખાય ભારતમાં દારૂબંધી કરી દેવી જોઈએ અન્યથા ગુજરાતમાંથી પણ દારૂબંધી હટાવી લેવી જોઈએ તેવું વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણમાં આ મુદ્દાની ભારે ચર્ચાઓ ઉઠી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.