વર્ષ ૨૦૦૦ ના ચકચારી રંજનશુક્લ અને તેના બે બાળકોના ટ્રીપલમર્ડરના કેસમાં ગુજરાત હાઈકોર્ટ એ આજે મુખ્યઆરોપી ભવાનસોઢાની ફાંસીની સજા ને આજીવન કેદની સજામાં તબદીલ કરતો હુકમ કરતાં જ આ કેસ ફરીએક વખત ચર્ચામાં આવ્યો છે….વર્ષ ૨૦૦૦ માં જામનગર સહીત રાજ્યભરમાં ચકચારી બનેલા ટ્રીપલ મર્ડરના કિસ્સામાં જો ઊંડાણપૂર્વક નજર કરીએ તો જામનગરના ત્રણદરવાજા નજીક આવેલ શ્રીસદન નામના મકાનમાં પોતાના બે બાળકો દેવદત અને અવની સાથે શિક્ષિકા રંજન શુક્લ નામની મહિલા વસવાટ કરતી હતી..રંજન શુક્લના એડવોકેટ પતિના અવસાન બાદ જામનગરના જ ભવાન સોઢા સાથે તેના નીકટના સબંધો હતા..અને ભવાન રંજન ને ઘરે પણ અવારનવાર જતો હતો…
પણ રહેતા રહેતા ભવાનની નજર રંજનની મિલકતો પર પડી હોવાનું જેતે સમયે ચર્ચાતું હતું..અને આ મામલે રંજન અને ભવાન વચ્ચે બોલાચાલી પણ થતી હતી..અને જે બાબતે વાત એકવખત વધુ ઉગ્ બનતા ભવાન એ એકરાત્રીના રંજન ના ઘરે પહોચી અને તેના એક બાદ એક બે બાળકો અવની અને દેવદત ને મોતને ઘાટ ઉતારી દઈ અને તેના ટુકડા કરી નાખ્યા હતા..અને બાદમાં રંજન ને પણ મોતને ઘાટ ઉતારી અને તેના પણ ટુકડાઓ કરી અને અડધા ટુકડા બેગમાં ભરી અને મોરબીના માળિયામિયાણા નજીક ફેંકી દીધા જયારે લાશના અડધા ટુકડાઓ તેને ઘરની ઉપર આવેલ પાણીની ટાંકીમાં ફેંકી દીધા હતા.
જે બાદ થોડાસમયબાદ માણીયા નજીક થી લાશના ટુકડા ભરેલ બેગ મળી આવતા પોલીસ આ દિશામાં તપાસ તો કરી જ રહી હતી..એવામા જામનગર ના એ ડિવીજન પોલીસમથકમાં પોલીસકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બનેસિંહ જાડેજા ભાડાના મકાનની શોધમાં હતા..અને તેને એકરીક્ષાચાલક બાતમીદાર નો ભેટો થઇ ગયો અને તેને બનેસિંહ ને કહ્યું કે રંજનબેનના મકાન ને ત્રણમાસ થી તાળા માર્યા છે..એટલે બનેસિંહ ને આ વાત શંકાસ્પદ લાગી અને તેને માળિયામિયાણી નજીકથી મળી આવેલ લાશના ટુકડાની શંકા ગઈ અને બાદમાં તેને તેના ઉચ્ચ અધિકારીઓને આ અંગે વાત કરી અને શ્રી સદન મકાનના તાળા તોડવાની સાથે જ પોલીસ્ પણ અચંબા માં પડી ગઈ અને લાશના ટુકડાઓ પાણીની ટાંકીમાંથી મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ હતી…અને ટ્રીપલ મર્ડર હોવાનું પર્દાફાશ થયો…જે બાદ તત્કાલીન એસપી સતીશ વર્મા પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આખાય મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ હત્યા કરવા પાછળ ભવાન સોઢા હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી..
અને જે તે સમયે એલસીબીએ તેને થોડા ઝડસમયમા ઝડપી પાડી અને આગવી ઢબે પૂછપરછ કરતાં તેને જ આ હત્યા કર્યાની કબુલાત આપી હતી..અને કહ્યું હતુ કે રંજન તેની પુત્રી અવની અને પુત્ર દેવદતની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કર્યા બાદ મૃતદેહ નો યોગ્ય નિકાલ કરવા માટે ભવાન એ ઠંડેકલેજે કરવત જેવા હથિયાર વડે લાશોના ટુકડા કર્યા હતા…અને બાદમાં તેમાંથી દુર્ગંધ ના ફેલાય તે માટે તેમાં હત્યા કર્યા પછીફિનાઈલ,એસીડ છાંટી અને તેના પર મીઠું નાખી દઈ અને પુરાવાઓ નો નાશ કરવાનો પણ પુરો પ્રયાસ કર્યો હતો..અને લાશના ટુકડાઓને સગેવગે કરવા તેને પોતાના પુત્ર પંકજ સોઢા એ પણ મદદગારી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલી લીધું હતું…અને આમ આખીય ટ્રીપલ મર્ડરની ઘટનાને તેને અંજામ આપ્યો હોવાનું કબુલતા જ આ હત્યાકાંડ નો ભેદ ખુલી જવા પામ્યો હતો..અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં મુખ્યઆરોપી તરીકે જામનગરના ભવાન સોઢાને જામનગર સેસન્સ કોર્ટે વર્ષ ૨૦૧૧મા ફાંસીની સજા ફટકારી હતી..જે બાદ આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી જતા ગુજરાત હાઈકોર્ટે આજે ભવાનસોઢાને આપવામાં આવેલ ફાંસીની સજાને આજીવન કેદની સજામાં તબદીલ કરવાનો હુકમ કર્યો છે..વધુમાં કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણ્યો હતો જોકે ભવાનસોઢા ને કેન્સર હોવાથી અને તે છેલ્લા ૧૫ વર્ષ ઉપરાંતથી જેલમાં બંધ હોવાના મુદાઓને જોતા આરોપી ભવાન સોઢા છેલ્લો શ્વાસ લે ત્યાં સુધીની કેદની સજા ફટકારવા નો હુકમ કરતાં આ કેસ વધુ એક વખત ચર્ચા ના કેન્દ્ર માં આવ્યો છે..