mysamachar.in-જામનગર
જામનગર શહેર એ રાજવીઓની એક અમુલ્ય દેન છે…અને જામનગરના રાજવીઓ જામનગર શહેર માટે એવા કેટલાય કાર્યો કર્યા છે..જેની સમગ્ર વિશ્વ નોંધ લેવા મજબુર બને છે…તેમાંનું એક એટલે જામનગર ના એમપીશાહ મેડીકલ કોલેજના કેમ્પસમાં આવેલ સોલેરીયમ….જામનગરના દીર્ઘદ્રષ્ટા ૧૯૩૪ ના સમયના રાજવી જામ રણજીતસિંહજી ફ્રાંસ અને પેરીસ જેવા શહેરોની મુલાકાતે ગયા હતા…જ્યાં તે સોલેરીયમ જોઈ અને અતિ પ્રભાવિત થયા હતા..અને જામનગર માં પણ દર્દીઓની સારવાર માટે આવું જ સોલેરીયમ નિર્માણ પામે તે માટે જામ રણજીતસિંહજી એ ફેંચ એન્જિનિયર ડો.જીન સૈદમ પાસે એ સમયે આ સોલેરીયમ અંદાજે છ લાખના ખર્ચ થી તૈયાર કરાવ્યું હતું…ત્યારે દુનિયામાં બે સોલેરીયમ ફ્રાંસ માં જયારે એક સોલેરીયમ જામનગરમાં હતું..એમ કુલ ત્રણ સોલેરીયમ અસ્તિત્વમાં હતા…
પરંતુ બીજા વિશ્વયુદ્ધ વખતે જામનગર સિવાયના અન્ય બે સોલેરીયમ બોબમારાના કારણે ધ્વંશ થઇ જતા જામનગરમા નું એક માત્ર હૈયાત સોલેરીયમ છે..જેને પણ નષ્ટ કરવાનો છેલ્લા કેટલાક સમયથી કારસો ઘડવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે..આ વિસ્તાર સાઈલેન્ટઝોનમાં હોય અને તેની આસપાસ કોઈપણ પ્રકારની મશીનરી અથવા ઇન્ડસ્ટ્રીઝ પ્રકારનું કામકાજ કરવાની મનાઈ હોવા છતાં પણ તેની નીચે જ આવી કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે…
આ અંગે આરટીઆઈએક્ટીવીસ્ટ કલ્પેશ આશાણીદ્વારા માંગવામાં આવેલ માહીતીઓ અને વારંવાર ની રજુઆતો છતાં પણ તંત્ર આ બાબત જરાપણ ગંભીર ના હોવાનો આક્ષેપ રજૂઆતમા કરવામાં આવી રહ્યો છે..જીલ્લા કલેકટર,ડીન મેડીકલ કોલેજ,પીઆઈયુ સહિતના લગત તંત્રો ને અવારનવાર રજુઆતો કરવામાં આવી છે…છતાં કોઈપણ જાતની તપાસ કર્યાવિના જ પોતાની ચેમ્બરમાં બેસી મનઘડત પત્રોના જવાબ આપવામાં આવતા આશાણી દ્વારા આ મામલે વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી ને પણ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ અંગે પત્ર મારફત જાણ કરાઈ હતી..
વિરોધ પક્ષના નેતાએ લગતખાતામા જવાબદારો વિરુદ્ધ પગલા લેવા અને અરજદારને જાણ કરવા જણાવેલ જે બાદ જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા કલેક્ટરને પત્ર લખી જવાબ માં સોલેરીયમની બાજુમાં કે નીચે પત્થર ને લગત મશીનરી કે ઇન્ડસ્ટ્રીઝ લગત કોઈ જ કાર્ય કરવામાં આવતું નથી તેવો જવાબ આપવામાં આવતા આ ગંભીર બાબતને આડે પાટે દોરવામાં આવી રહી હોય તાજેતરમાં જ આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા સોલેરીયમ નીચે રહેલ મશીનરીઓ ના ફોટાઓ પાડી અને કલેકટર ને આધારપુરાવાઓ સાથે સોલેરીયમ ને નુકશાન પહોચાડનારતત્વો વિરુદ્ધ આકરા પગલા ભરી અને સોલેરીયમ નીચે પડેલ મશીનરી સીઝ કરવા પણ રજૂઆત કરાઈ છે…
ત્યારેસંભારણા સમી વિશ્વની એકમાત્ર ધરોહર ને બચાવવા તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવશે કે પછી રજુઆતો માત્ર રજૂઆત બનીને જ રહી જશે..