mysamachar.in-જામનગર
ગુજરાતમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીથી લવાતું સોનું ઝડપાયાના બનાવો વારંવાર સામે આવતા હોય છે,.પરંતુ, સ્મગલરોએ હવે દાણચોરીથી સોનું લાવવાની નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે,સોનાની આ દાણચોરીની નવી એમઓથી કેન્દ્રીય એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે,કારણ કે, નવી એમઓથી જે સોનું લાવવામા આવી રહ્યું છે તે, ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના સ્કેનરમાં પણ સ્કેન થઈ શકતું ના હોવાનું સામે આવ્યું છે.
એક સમય હતો કે, જયારે ગુજરાતમાં સોનાની દાણચોરી માટે જામનગર જિલ્લાનું સલાયા બંદર કુખ્યાત હતું…જો કે, હવે દાણચોરીના આ રસ્તા પર કેન્દ્રીય એજન્સીઓની ચાંપતી નજર હોવાથી સ્મગલરો અન્ય માર્ગ તરફ વળ્યા છે…જામનગર કસ્ટમે દ્રારકાના રહેવાસી મોહમ્મદ હનીફ વસા નામના એક શખ્સને દાણચોરીના સોના સાથે ઝડપી પાડ્યો છે..દસ દિવસ પહેલા દુબઈથી અમદાવાદ આવેલો મોહમ્મદ હનીફ એકબીજા સ્થળ પર ફરતો હતો. પણ જામનગર કસ્ટમની પ્રિવેન્ટીવ વિંગે બાતમીના આધારે મોહમ્મદ હનીફ વસાને જામનગરમાંથી ઝડપી પાડ્યો હતો..તેની તલાસી લેતા તેની પાસેથી માટી સ્વરૂપમાં રહેલું 775 ગ્રામ સોનું મળી આવ્યું હતું..જેની પ્રોસેસ કરાવતા તેમાંથી 415 ગ્રામ શુદ્ધ સોનું મળી આવ્યું….જેની કિંમત 13.30 લાખ જેટલી થાય છે……
જામનગર કસ્ટમે ઝડપેલા દાણચોરીના સોનાનો જથ્થો ભલે નાનો હોય, પરંતુ, કસ્ટમની સફળતા મોટી ગણી શકાય.કારણ કે, જે એમઓથી આ સોનું લવાયું હતું અને ઝડપાયું છે તેવું ગુજરાતમાં પ્રથમવાર બન્યું છે.આ પહેલા ડીઆરઆઈએ હૈદ્રાબાદમાંથી આ પ્રકારની એમઓથી લવાયેલું સોનુ ઝડપ્યું હતું..દાણચોરીથી સોનું લાવવાની નવી એમઓની વાત કરીએ તો, સોનામાં કેમિકલ મીકસ કરી દેવામા આવે છે, જેનાથી સોનાનો ઓરીજીનલ કલર પણ જતો રહે છે અને માટી સ્વરૂપ થઈ જાય છે.સ્મગલર જયારે માટી સ્વરૂપ સોનું લઈ એરપોર્ટ પર આવે છે ત્યારે એરપોર્ટના સ્કેનર પણ ગોલ્ડ સ્કેન થઈ શકતું નથી.
જામનગર કસ્ટમના જણાવ્યા મુજબ દાણચોરીના સોના સાથે ઝડપાયેલો મોહમ્મદ હનીફ વસા એક કેરિયર છે.જયારે આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે…આ પહેલા આ એમઓથી જામનગર અને ગુજરાતમાં કેટલીવાર સોનું આવ્યું…..સોનું મોકલનાર કોણ છે અને અહીં લેનાર કોણ છે.વગેરે દિશામાં કસ્ટમ વિભાગ દ્રારા તપાસ શરૂ કરવામા આવી છે.આ સમગ્ર મામલે આગામી દિવસોમાં ચોંકવનારી વિગતો બહાર આવે તેવી શકયતાઓ દેખાઈ રહી છે….