Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાજ્યમાં કેટલાય માર્ગોના કામો તેની ગુણવતાને લઈને ચર્ચાઓમાં રહેતા હોય છે, કારણ કે જયારે રોડરસ્તા બનતા હોય ત્યારે તેનું જો યોગ્ય મોનીટરીંગ રાખવામાં ના આવે તો આસપાસના સ્થાનિકો અને એ રોડ પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો પાર રહેતો નથી, આવો એક વિચિત્ર રોડનો વિચિત્ર કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સામે આવ્યો છે, ખંભાળિયાના રાજપરા-ચુરને જોડતા રોડનું અંદાજે એક વર્ષ પુર્વે રિપેરિંગ કામ કરાયું હતું.જે સમયે કોઇ કારણોસર તંત્ર દ્વારા રાજપરાથી ચૂર સુધીના રોડનું અધુરૂ કામ છોડી દેવાયું હતું.પરિણામે ગોઠણસમા ખાડાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.એવામાં જોવા જેવી ત્યારે થઇ જયારે ગત રવિવારે મસમોટા ખાડામાં રિક્ષાનું વ્હીલ આવી જતા વિચિત્ર અકસ્માતમાં રિક્ષા એન્જિનથી અલગ પડી ગયું હતું.એટલે કે રીક્ષા ના બે કટકા થઇ જવા પામ્યા હતા
ખંભાળિયા તાલુકાના ચૂર રાજપરાને જોડતો રોડ અનેક ગામડાઓને જોડતો મુખ્ય રોડ છે.આ રોડ કલ્યાણપુરને પણ જોડે છે.સ્ટેટ હાઇવે ઓથોરિટી હેઠળ આવતા આ રોડ ખખડધજ બનતા વખતોવખતની રજુઆત બાદ તંત્ર દ્વારા વર્ષ પૂર્વે માત્ર થીગડા મારવામાં આવ્યા હતાં.જે સમયે પણ અણઘડ આયોજન અને અન્ય દખલગીરીના લીધે રાજપરાથી ચૂર સુધીના 6 કિમીનું રિપેરિંગ કામ અધુરૂ છોડી દેવાયું હતું.આ રોડ હાલ અત્યંત ભંગાર થી પણ બદતર હાલતમાં હોવાથી ગોઠણસમા ખાડાથી પસાર થતા વાહનચાલકો તોબા પોકારી ગયા છે. એવામાં ગત રવિવારે રોડ પરથી પસાર થતી એક રિક્ષાનું આગળનું વ્હીલ ખાડામાં આવી જતા રિક્ષા અને એન્જિન બન્ને અલગ પડી ગયા હતાં.જો કે,સદનશીબે ચાલકનો બચાવ થયો હતો.