Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુરજકરાડીમાં એક ચોરીના પ્રયાસની ઘટના પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં પ્રકાશ ભીમજીભાઇ ચાવડા નામના શખ્સે ફરીયાદી કલ્પેશ લક્ષ્મીદાસ વિઠ્ઠલાણી પાસે રહેલ આંગડીયા પેઢીના પૈસા રૂ.1,73,000/- ની ચોરી કરવા માટે પુર્વ યોજીત કાવત્રુ કરી ફરિયાદી કલ્પેશની આંગડીયા પેઢીની ઓફીસથી તેના ઘર ઉદ્યોગનગર સુધી પીછો કરી પૈસા ચોરી કરવાના ઇરાદે તેના ઘરની વંડી ટપી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાની કોશિષ કરતા પકડાઇ ગયો હતો, જે બાદ પ્રકાશ ચાવડાએ ફરિયાદી કલ્પેશ સહિતનાઓ સાથે સાથે ઝપાઝપી કરી ઈજાઓ પહોચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે.