Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
આમ તો હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે, અને સ્થાનિક લોકો જેવા ઘરની બહાર નીકળે એટલે દેવભૂમિ દ્વારકા પોલીસ કલમ 188 હેઠળ ગુન્હો દાખલ કરવામાં કોઈના બાપની શરમ રાખતી નથી, તો દ્વારકા જીલ્લાનો કલ્યાણપુર અને ભાણવડ સહિતના તાલુકાઓનો વિસ્તાર ખનીજમાફિયાઓ માટે સ્વર્ગ સમાન છે, અને તેમાં સ્થાનિક કચેરીઓના આશીર્વાદ હોય એટલે આ વિસ્તારોમાંથી કરોડોની ખનીજચોરી થાય છે અને અવિરત થતી રહી છે, અને હા સાહેબો અને વડી કચેરીઓને કામગીરી બતાવવા માટે એકાદમાં ફરિયાદ પણ થાય છે,
એવામાં કલ્યાણપુરના મેવાસા નજીકથી દ્વારકા જીલ્લાના ખાણખનીજ વિભાગે, સ્થાનિક પોલીસ કે મામલતદારટીમ કે કોઈ નહિ પરંતુ રાજકોટ આર.આર.સેલની ટીમે દરોડો પાડી કરોડોની મશીનરી જપ્ત કરી છે, કલ્યાણપુરના મેવાસા નજીક ખનીજ ખનન, લોડીંગ, અનલોડીંગ કરવામાં આવી રહયાની માહિતી પરથી સ્થળ પરથી કોન્ટ્રાક્ટર લખમણ આંબલીયા ને પાંચ જેટલા જેસીબી, હિટાચી સહિતના મશીનો કબજે કર્યા છે, વધુંમાં છ બોક્સાઈટના ઢગલા પણ ધ્યાને આવ્યા છે, આ તમામ વાહનો કબજે કરી અને કલ્યાણપુર પોલીસને આર.આર.સેલે સોંપ્યા છે.