mysamachar.in-અમદાવાદ:
પી.એચ.ડી.ના અભ્યાસ અર્થે સુરત ગયેલા પ્રોફેસર અચાનક અમદાવાદ પોતાના ઘરે આવ્યા બાદ પત્ની નજરે ન પડતાં અને પત્નીનો મોબાઈલ પણ બંધ આવતા પ્રોફેસર ચિંતામાં મુકાઈ ગયા હતા અને ટેન્શનમાં આવીને પોલીસ મથક ખાતે પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રોફેસરની પત્ની પાછળથી ઘરે આવીને ચોટીલા દર્શન કરવા એક યુવક સાથે ગયાનો ભાંડાફોડ થયો હતો,
સેટેલાઇટમાં રહેતા પ્રોફેસરની પત્ની યુવક સાથે ચોટિલા ગઇ હતી અને સુરતમાં રહેતા પતિ ઘરે અચાનક આવી પહોચ્યો હતો. પતિએ સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ પત્ની ફોન ઉપાડવાના બદલે સ્વીચ ઓફ કરી દેતાં પતિએ આખરે પત્ની ગુમ થયાની ફરિયાદ કરી હતી, પણ થયું કઈક ઊંધું અને મહિલાએ પરત આવીને યુવક સામે છેડતીની ફરિયાદ નોધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે,
અમદાવાદની એક કોલેજમાં નોકરી કરતા પ્રોફેસરની પત્નીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે કે તેણીના પતિ સુરતમાં રહીને પીએચડીનો અભ્યાસ કરતા હતા તે અમદાવાદમા પુત્ર અને સાસુ સસરા સાથે રહે છે. બે મહિના અગાઉ બહેનપણી સાથે બજારમાં ખરીદી કરવા ગઇ હતી જ્યાં બહેનપણીના મિત્ર અશોકભાઇ સાથે પરિચય થયો હતો.અને બીજા દિવસે અશોકે બહેનપણી પાસેથી નંબર મેળવીને પરિણીતા સાથે વાતચીત કરી હતી,
ત્યારબાદ અવાર નવાર ફોન પર વાત કરીને ખબર અંતર પૂછતો હતો પરણીતાએ એક વખત પતિ સાથે અણબનાવની વાત કરી હતી. જેથી તે વધુ ફોન કરીને નજીક આવવા માટે પ્રયત્ન કરતો હતો અને એક દિવસ સાસુ સસરા સગાના ઘરે ગયા હોવાથી અશોક ઘરે આવ્યો હતો અને મિત્રતા કેળવવા પ્રયાસ કરીને ફોટા પાડયા હતા,
નવરાત્રી પૂરી થયા બાદ પતિ સુરત ગયા હતા ત્યારે એક દિવસ અશોક ઘરે આવીને સારી સારી વાતો કરીને મહિલા અને તેના પુત્રને નાસ્તો ખવડાતા તે અશોકની વાતમાં આવી ગયા હતા અને ત્રણેયચોટીલા દર્શન કરવા ગયા હતા ત્યાંથી બહેનપણીના ઘરે રોકાયા હતા,
મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે ગાંધીનગરમાં રહેતા અશોકને આ અંગે જાણ કરીને ઘરે જવાની વાત કરતાં તેણે મહિલાને લાફા માર્યા હતા.એટલું જ નહી મને છોડીને જઇશ તો મારી પાસે ફોટા છેે, કહી બદનામ કરવાની ધમકી આપી હતી,
આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મહિલાએ અશોક વિરુદ્ધમાં શારિરીક છેડછાડની ફરિયાદ નોંધાવતાં આરોપી અશોકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.