mysamachr.in-ગાંધીનગર:
રાજ્યના શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી વધુ એક વખત સામે આવી છે.અને પાઠ્યપુસ્તકોમા મોટો છબરડો સામે આવ્યો છે,ધોરણ 6નાં પાઠ્યપુસ્તકમાં છબરડાની ઘટના પ્રકાશિત થવા પામી છે,
પુસ્તકમાં છપાયેલા 33 જિલ્લામાંથી 7 જિલ્લા ગાયબ થતા મોટો વિવાદ સર્જાયો છે,2012માં આ પુસ્તક તૈયાર કરાયું હતું. જેમાં નવા જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો નહોતો.ઉપરાંત ગીર-સોમનાથ, છોટાઉદેપુર,દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લા ગાયબ હોવાની જાણકારી સામે આવી રહી છે,ધોરણ-6નાં પાઠ્યપુસ્તકમાં છબરડાની ઘટનાથી શિક્ષણજગતમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
તો બીજી બાજુ પાઠ્ય પુસ્તકમાં છબરડા મામલે નકશામાં 33 જિલ્લામાંથી 7 જિલ્લા ગાયબ થઇ જવાના GCERTના ડાયરેક્ટર ટી.એસ.જોષીએ નિવેદન આપતા જણાવ્યું કે આ મામલે તપાસ કરાઈ રહી છે.ક્ષતિ હશે તો નવાં પાઠ્યપુસ્તકમાં સુધારો કરવામાં આવશે. દહેરાદૂનની સંસ્થામાંથી પણ વિગતો મંગાવી જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે,
ઉલ્લેખનીય છે કે ધો-6 સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં આ ગોટાળો સામે આવ્યો હતો. જેમાં ગુજરાતનાં નકશામાં નવા જિલ્લાનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિભાગના અધિકારીઓ પાસે પણ ખુલાસો માંગ્યો હોવાનું આધારભૂત સૂત્રોમાં થી જાણવા મળી રહ્યું છે.