my samachar.in:રાજકોટ-
દીકરો કે દીકરીનું ગેરકાયદેસર જાતીય પરીક્ષણ આધુનિક વાયરલેસ સોનોગ્રાફી મશીન થી કરવામાં આવતું હોય તેવો પ્રથમ કિસ્સો રાજકોટ માં બહાર આવ્યો છે પોલીસે શ્રીમદ ભગવત ગીતા નામના મકાનમાંથી મહિલા સહીત 4 શખ્સો ની ધરપકડ કરીને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ના રેકેટનો પર્દાફાશ કર્યો હતો,
ચોટીલામાં સ્થિત મણીરત્ન હોસ્પિટલના સંચાલિકા રમાંબેન મુળુભાઇ બડમલીયા અને તેના મળતીયાઓ દ્વારા વાયરલેસ સોનોગ્રાફી મશીન દ્વારા ગેરકાયદે રીતે મહિલાના ભૃણ નું જાતિય પરીક્ષણ કરવામાં આવે છે આ બાતમી ના આધારે પીઆઇ હિતેશ ગઢવીએ જિલ્લા આરોગ્ય શાખાના અધિકારી ઉપરાંત પ્રોગમિંગ આસિસ્ટન્ટ વગેરેને સાથે રાખી ટ્રેપ ગોઠવીને મહિલા કોન્સટેબલ મિતાલીબેન હિતેન્દ્ર ઠાકર ને ડમી ગ્રાહક બનાવીને આ ટોળકીનો સંપર્ક કરતાં તેને ભૃણ પરીક્ષણ માટે રૈયા રોડ પરના દ્વારકેશ પાર્કમાં પ્રભુ રેસિડન્સિમાં આવેલ એક મકાનમાં બોલાવવામાં આવ્યા હતા ત્યાં તે પહોચતાજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને રમાબેન ને રંગે હાથ ઝડપી લીધા હતા આ ઉપરાંત તેણી સાથે આ કારસ્તાનમાં સંડોવાયેલ મહેશ મનુભાઈ રાઠોડ એજન્ટ તરીકે કામ કરતા નિતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સોલંકી અને હરેશ ગોરધનદાસ કારીયાને ઝડપી લેવામાં આવ્યા હતા,
પોલીસના દરોડા દરમ્યાન જેનાથી ભૃણ પરીક્ષણ કરવામાં આવતું હતું તે વાયરલેસ સોનોગ્રાફી મશીન કે જે લેટેસ્ટ ટેક્નોલોજીથી બનાવવામાં આવેલ હતું અને આઇપેડ દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું તે કબ્જે કરવામાં આવ્યું છે, પોલીસે જણવ્યું હતું કે,રમાબેન નર્સ તરીકેની પ્રેક્ટીસના અનુભવ ને કામે લગાડી હોસ્પીટલના સંચાલિકા બની ગયા હતા અને ઘણા સમય થી ગેરકાયદે રીતે ગર્ભ પરીક્ષણ કરતા હોવાની પણ શક્યતા છે ગર્ભ પરીક્ષણ માટે 18 હજાર નો ચાર્જ વસુલતા હતા ગર્ભ પરીક્ષણ બાદ જો બાળકી હોય તો ચોટીલામાં પોતાની હોસ્પિટલમાં ગર્ભપાત પણ કરી આપતા હતા આ ઉપરાંત મહિલા જ્યાં રહેતી હોય ત્યાં જઈ પોતાના કોઈ ઓળખીતાના મકાનમા પણ ભૃણ પરીક્ષણ કરી આપતા જેના રૂ 15 હજાર વસુલતા હતા,
ગુજરાતમાં આ પ્રકારે ભૃણ પરીક્ષણ કરવા માટેનું મશીન પહેલી વખત પક્ડાયાનું પોલીસે જાહેર કર્યું છે, રાજકોટ પોલીસ કમિશનરે આ કામગીરી કરનાર પોલીસ ટીમને 15 હજારના અને ડમી ગ્રાહક બનેલા મહિલા કોન્સ્ટેબલને 3 હજારનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી પ્રોત્સાહિત કર્યા હતા.