my samachar.in-જેતપુર:
પોતાની લેબોરેટરી ચાલતી ના હોવાથી મોંઘવારીના આ જમાનામાં જીવન નિર્વાહ માટે લેબોરેટરી માં જ દેહ વેપારનો ધંધો ચાલુ કરીને બહારથી સ્ત્રીઓને બોલાવીને રંગીન મિજાજી પુરુષોને આ સેવા પુરી પાડવામાં આવતી હતી,આ ધંધો ભારે ધૂમ મચાવતા જેતપુર પોલીસને ધ્યાને આવતા લેબોરેટરીમાં દરોડા પાડીને દેહવેપારનો પર્દાફાશ કરાયો હતો,
જેતપુના ડાયમંડ કોમ્પ્લેક્ષમાં 78 વર્ષ ના ગોરધનભાઈ કાનજીભાઈ રૈયાણી ઘણા સમય થી લેબોરેટરી ચલાવતા હતા પરંતુ પોતાની લેબોરેટરી બરોબર ચાલતી ન હોવાથી ખાસ કોઈ કમાણી થતી નહિ અને આ વૃદ્ધ પોતાના જીવન નિર્વાહ ચલાવવા માટે પોતાની લેબોરેટરીમાં દેહ વેપારનો નવો ધંધો ચાલુ કરતા સમગ્ર જેતપુર પંથકમાં દેહવેપાર ના આ ધંધાએ ધૂમ મચાવી હતી,
પરંતુ આ ધંધો પોલીસની નજરે ચડી જતા જેતપુરની ઝુરીચ લેબોરેટરીમાં દરોડા પાડતા લેબોલેટરીના માલીક ગોરધનભાઈ કાનજી રૈયાણી,વર્ષા મહેતા અને ગ્રાહક તરીકે આવેલા અનિલ કાનજી લાલકિયાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા,આ લેબોરેટરીમા લેબોરેટરીને લગતા સાધનો કરતા વધુ કોન્ડમ સહિતના સાધનો મળી આવ્યા હતા.