mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા સફાઈની બાબતને લઈને અવારનવાર વિવાદોમાં સપડાયેલી જોવા મળતી હોય છે,એવામાં હમણાં તો કમિશનર એ સ્વચ્છતા માટેનો કોલ પણ શહેરીજનો ને આપ્યો,,..એવામાં મનપા શહેરમા થી એકત્ર થતો કચરો જે ડમ્પીંગ સાઈટ પર ઠાલવે છે,તે ગુલાબનગર નજીક આવેલ સ્થળ પર આજે વધુ એક વખત વિરોધનો વંટોળ જોવા મળ્યો અને વિરોધ કરનારા બીજા કોઈ નહિ પણ સ્થાનિક લોકો સાથે ખુદ ભાજપના ચૂંટાયેલ કોર્પોરેટરો અને આગેવાનો જ હતા…
ભાજપના ગુલાબનગર વિસ્તારના સ્થાનિકો સાથે કોપોરેટર જશરાજ પરમાર,પૂર્વ કોપોરટર મનસુખ ખાણધર,પણ ડમ્પીંગ સાઈટ પર પહોચ્યા ને ત્યાં તેવો કચરો ઠાલવે તે પૂર્વે જ ૨૦૦ જેટલા કચરો ઠાલવવા ના વાહનોને રોકી દીધા..પૂર્વ કોર્પોરેટર મનસુખ ખાણધરએ કહ્યું કે અહી જે ડમ્પીંગ પોઈન્ટ આવેલ છે,ત્યાં હદ બહારનો કચરો મનપા દ્વારા દૈનિક ઠાલવવામાં આવે છે,અને બાદમાં તેને સળગાવવામાં આવતા ગુલાબનગર વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે,અને લોકો ગૂંગળામણ અનુભવે છે,કચરાના કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા છે,અને મનપામાં અવારનવાર રજૂઆત છતાં પણ કોઈ પગલા લેવામાં ના આવતા અને હવે અહી કચરો ઠાલવવા ના દેવાનો નિર્ધાર અમારા દ્વારા કરી લેવામાં આવ્યો છે,મનસુખ ખાણધરે તો ત્યાં સુધી કહી દીધું કે અમે અહી સુઈ જશું અમારા પર ભલે કચરો ઠાલવી દે..તો ભાજપના ગુલાબનગર વિસ્તારના હાલના ભાજપના કોર્પોરેટર જશરાજ પરમાર એ તો તંત્ર ને ભ્રષ્ટાચારી ગણાવી દઈ ને અનેક રજુઆતો કરવા છતાં પણ તંત્ર કોઈ જ પગલા ના લેતા હોવાનો આક્ષેપ પણ કરતા કહ્યું કે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તો પણ આંદોલન કરશે.અને કોઈ પણ મંજૂરી વિના અહી કચરો ઠાલવવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરી અને લડી લેવાની તૈયારી પણ તેમણે દર્શાવી..
આમ એક તરફ મનપા ને ટુ સ્ટાર મળે તે માટે અથાગ મહેનત કરે છે ત્યાં જ આજે જે જગ્યા પર કચરો ઠાલવવામાં આવે છે તે ડમ્પીંગ સાઈટ નો ઉભો થયેલો વિવાદ સ્વચ્છતા ના દાવા ની હવા કાઢી રહ્યો તેમ લાગી રહ્યું છે.
લોકો કચરો સળગાવે ને નામ અમારું આવે છે:નાયબ ઈજનેર;સોલીડ વેસ્ટ:જામ્યુકો
આજે ગુલાબનગરના સ્થાનિકો સહીત ભાજપના આગેવાનો અને કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલ આ વિરોધ અંગે જયારે મનપાની સોલીડ વેસ્ટ શાખાના નાયબ ઈજનેર એચ.વી.બેરાની માયસમાચાર દ્વારા પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેને કહ્યું કે મંજૂરી કોની લેવાની હોય..મનપાની માલિકીની આ જગ્યા છે..પ્રદુષણ બોર્ડની મંજૂરી પૂરી થઇ ગઈ છે તેને રીન્યુ કરવા ફરીથી આપી છે.જયારે કચરો સળગાવવા અંગે પૂછાયું ત્યારે તેને એમ પણ ઉમેર્યું કે અમે કચરો નથી સળગાવતા પણ લોકો કચરો સળગાવે છે..અને અમારું નામ આવે છે.અમે તો સળગતો કચરો ઓલવવાની કામગીરી કરીએ છીએ.ઉપરાંત જીપીસીબી આ અંગે કોઈ વાંધો ના લેતી હોવાનું પણ તેને અંતે જણાવ્યું..