mysamacahr.in-જામનગર અને વર્લ્ડરેકોર્ડ નો જૂનો નાતો રહ્યો છે અને જામનગર શહેર એ અનેક રેકોર્ડ બનાવ્યા છે.ત્યારે જામનગર ફરી એક વખત અનોખો રેકોર્ડ કરવા તરફ જઈ રહ્યું છે.જે અંતર્ગત નેહા શર્મા દ્વારા "તથાસ્તુ ઇવેન્ટઝ" સંસ્ક્રીતિ ફ્યુઝન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે…જેમાં દેશ ના અલગ અલગ 29 રાજ્યો ના પહેરવેશ,તેમના ઘરેણાઓ અને તેમની રહેણી કરણી 16 થી 25 વર્ષ ના યુવક ઓ એક જ મંચ પર રજૂ કરશે.
ટ્રેડિશનલ બૂક ઓફ રેકોર્ડ્સ તથા ટ્રેડિશનલ હન્ટ ઓફ રેકોર્ડ્સ માટે નોમિનેટ થયેલા આ કાર્યક્રમ માં યુવાઓ વિવિધ પ્રાંત વિસ્તારો અને રાજ્યો નું પ્રતિનિધિત્વ કરી તેમને અનુરૂપ વસ્ત્રો સાથે ટાઉનહોલ ના મંચ ઉપર રેમ્પવોક કરશે.આ ઉપરાંત ૧૬ થી૨૫ વર્ષ ની યુવતીઓ માટે જામનગર બ્યુટી કવિન,૧૬ થી ૨૫વર્ષ ના યુવાનો માટે મેન ફેશન શો,રામ મિલાઇ જોડી(બેસ્ટ કપલ એવોર્ડ) સહિત ની કોમ્પિટિશનો યોજાશે.તેમજ યુવાનો સોલો ડાન્સ,ગ્રુપ ડાન્સ સહીત ના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે…
આ ઇવેન્ટ દરમ્યાન ગુજરાતી મૂવી "છેલ્લો દિવસ"ફેઈમ પૂજા (જાનકી બોડીવાલા) વિશેષ ઉપસ્થિત રહેશે.તેમજ આ સ્પર્ધા માં વિજેતા થનાર ને જાનકી બોડીવાલા ના હસ્તે સર્ટિફિકેટ તેમજ ઇનામો આપવામાં આવશે..આયોજનને સફળ બનાવવા નેહા શર્મા,ઇવેન્ટ કો ઓર્ડીનેટર હિતેશ શર્મા જહેમત ઉઠાવી રહ્યા છે.