Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દ્વારકા જિલ્લાના ગેરહાજર શિક્ષકોના પગાર કાપવાના માત્ર કાગળ ઉપર હોવાનુ ચર્ચાય છે, તેમજ બીજા અનેક ઘેરહાજર બચી ગયા તેનુ શુ એ સવાલ ઉઠ્યા છે. લોકડાઉનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હેડક્વાર્ટરમાં રહેવા આદેશ છતાં શિક્ષકો ઘરે ગયા હતા તેઓની સામે કાર્યવાહી શરૂ થઇ છે અને ખાતાકીય સજા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએથી ફરમાન છુટ્યા બાદ ઠોસ કામગીરી ઝડપી ન થઇ હોય અનેક શંકા કુશંકાઓ જાગી છે,દ્વારકામાં પણ સમગ્ર દેશની સાથોસાથ લોકડાઉન થયેલો ગત તા. 16/3 ના રોજથી જ લોકડાઉન પહેલા જ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને ઘેર રહેવા જણાવીને શાળાઓમાં રજા પાડી દેવાઈ હતી.
જ્યારે શિક્ષકોએ તેમના હેડક્વાર્ટર માં રહેવા તથા તંત્ર તરફથી જે ફરજ સોંપાય તેનું પાલન કરવા જણાવેલું હતું તેના અનુસંધાને ઘણા શિક્ષકો અનાજ વિતરણ તથા નાણાં ચુકવણી સર્વેમાં પણ જોડાયા હતા જ્યારે કેટલાક શિક્ષકો તેમના વતનમાં નાસી ગયા હતા તથા સરકારની હેડક્વાર્ટર છોડવાની સૂચનાનો ભંગ કરેલો જેમાં પાંચ શિક્ષકો દ્વારકા પાસે પકડાયા હતા તથા અન્ય બાતમીઓના અનુસંધાને આદેશ કરી 153 શિક્ષકોને તેમણે જેટલા દિવસ વતનમાં જઈને હેડક્વાર્ટર છોડ્યું હોય તેટલા દિવસનો પગાર કાપવાનો કડક હુકમ પ્રાથમિક શિક્ષણાધિકારી વાઢેરએ કરતાં શિક્ષકોમાં સોપો પડી ગયો છે. તાલુકા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આદેશ કરીને નિયમ મુજબ તેઓ કેટલા દિવસ ગેરહાજર હેડક્વાર્ટરમાં રહ્યા તે પ્રમાણે પગાર કાપવા આદેશ કર્યો છે. કુલ 153 જેટલા આવા શિક્ષકો સામે કાર્યવાહી શરૂ થઈ છે તેવુ આશ્ર્વાસન અપાયા બાદ કંઇક ધીરૂ કંઇક ઠપ્પ કંઇક આંખમીચામણા કંઇક ઢીલાશ વગેરે વહીવટી શિથિલતા પરથી ઉભરી આવી છે જે પણ એક બીજી સમીક્ષાજનક બાજુ છે.