Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયાના ગોઈંઝ ગામના તળાવ નજીકથી આજે વહેલી સવારે યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યા છે, યુવક અને યુવતીએ બન્નેને એકબીજાના પગ સાથે બાંધી દઈ આપઘાતની આ અરેરાટી ભરી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, મૃતક યુવક અને યુવતી બન્ને ગોઈઝ અને બાજુના ગામના હોવાનું અને અલગ અલગ સમાજના હોવાનું જાણવા મળે છે, પોલીસે બન્ને મૃતદેહોનો કબજો સંભાળી અને વિશેષ તપાસ આ આત્મહત્યાના કેસને લઈને શરુ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ગોઈંજ ગામનો અને છૂટક મજૂરી કામ કરતો મહેન્દ્ર બાબુભાઈ વિંજોડા તથા યુવતી થોડે દૂર કોઠા વિસોત્રી ગામની વાડી વિસ્તારમાં રહેતી ભૂમિ માડમ હોવાનું જાણવા મળે છે જો કે હજુ તપાસ ચાલુ છે.મૃતક યુવકના ખિસ્સામાં થી અમે બન્ને અમારી મરજીથી મરીએ છીએ કોઈ ગોતવા ના આવતા આવી ચીઠી પણ પોલીસે કબજે કરી છે