Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
કોરોના સામેની લડાઈમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો અભૂતપૂર્વ સતર્કતા સાથે કમર કસી રહ્યો છે. લોકોનો સહયોગ અને કર્મયોગી કોરોના વોરીર્યસની સજાગતાને લીધે હજુ સુધી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી લોકડાઉને લીધે જરૂરિયાતમંદ પરિવારો અને લાભાર્થીઓને વિવિધ સહાય, રાશન વિતરણ અને રાહતો અવિરતપણે ચાલુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વિભાગો કચેરીઓ સાથે સંકલન કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકડાઉનમાં લાભાર્થીઓને મળે તે માટે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવતા ઘરે બેઠેલા લોકોને કોઈ મુશ્કેલી પડી નથી. આવશ્યક સેવાઓ ચાલુ રહે તે માટે વ્યવસ્થિત આયોજન કરાયું છે.
જિલ્લામાં કોરોનાનો કેસ નથી છતાં આગોતરી તૈયારી રૂપે 200 બેડની હોસ્પિટલની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. 9 મેડીકલ ઓફિસરો,10 સ્પેશિયાલિસ્ટ 19 સહિત સરકારી તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફ સહિત 129 નો સ્ટાફ દર્દીઓની સેવા માટે સજ્જ છે. કોરોના લોકડાઉન દરમિયાન દર્દીઓની સુશ્રુષા ચાલુ છે. સરકારી આરોગ્ય કેન્દ્ર જેમાં વિવિધ હોસ્પિટલ ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર-4, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- 23, અર્બન હેલ્થ સેન્ટર-5 અને સબ સેન્ટર 169માં અન્ય રોગના દર્દીઓની સારવાર ચાલુ છે અત્યાર સુધીમાં લોકડાઉનમાં 13652 ઓપીડી થઈ છે. સરેરાશ 400 દર્દીઓની સારવાર કરવામાં આવે છે. માઇનોર ઓપરેશન 2357અને મેજર 92 ઓપરેશન સરકારી દવાખાનામાં કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર પરપ્રાંતીય શ્રમિકો માટે આશ્રયસ્થારનો બનાવવામાં આવ્યા છે. જરુરિયાતમંદો માટે સંસ્થાઓના સહયોગથી બે લાખથી વધુ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા અંત્યોદય, એન.એફ.એસ.એ, બીપીએલ કાર્ડધારકો ઉપરાંત એપીએલ-૧ કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ કઠોળ ખાંડનું વિતરણ કરવામાં આવ્યું છે. અંત્યોદય યોજના વાળા 1.15 લાખ રેશનકાર્ડ ધારકો માંથી 88677 કાર્ડધારકોનાં ખાતામાં સંવેદનશીલ અભિગમથી દરેકને રૂપિયા 1000 જમા કરાવવામાં આવ્યા છે. બાકી 26323ના ખાતામાં રકમ જમા કરાવાની કામગીરી ચાલુ છે. જિલ્લામાંથી 800 જેટલા પરપ્રાંતીય મજૂરોને 15 બસની વ્યવસ્થા કરી તેના વતનમાં પહોંચાડવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં 7.92 લાખ લોકોનો ડોર ટુ ડોર સર્વે કરી આરોગ્યની માહિતી મેળવવામાં આવી છે.
જિલ્લાના મધ્યાહન ભોજન યોજના લાભાર્થી 55 હજારથી વધુ બાળકોને અનાજ તેમજ કુકીંગ ખર્ચ તેમના ખાતામાં જમા કરેલ છે. જિલ્લામાં 4621 ગંગાસ્વરૂપ બહેનોને સહાય ચુકવવામાં આવી છે. અનુસૂચિત જાતિના ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયના 73છાત્રોને રૂા.1.95 લાખ અને છાત્રાલયના વિદ્યાર્થીઓ ને રૂપિયા 1500 લેખે રૂપિયા 29 લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના ધોરણ 3 થી 9 ના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. મહિલા અને બાળ અધિકાર ની કચેરી દ્વારા 181 હેલ્પઓલાઇન થકી 36 બહેનોને અને સખી વન સ્ટોપ થકી 6 બહેનોને મદદ કરવામાં આવી છે. સ્વસહાય જુથની બહેનો દ્વારા માસ્ક બનાવી વિતરણ કરવામાં આવેલ છે. નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં સેનિટેઝેશન સફાઈકાર્ય કરવામાં આવેલ છે. જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સેવાલક્ષી, જાગૃતિ લક્ષી, અને આરોગ્ય સેવા સહિતની તમામ કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા કોરોના વોરીયર્સરૂપે લોકડાઉનની અમલવારી કરી સુંદર કામગીરી કરવામાં આવેલ છે. ૨૦૦૦થી વધુનો સ્ટાોફ ફરજ બજાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 124 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. માસ્ક વગરના 794 વ્યક્તિઓને1,58.800 નો દંડ તેમજ વાહનો અંગે રૂપિયા 89,400 નો દંડ વસુલ કરવામાં આવેલ છે.આમ જિલ્લામાં લોકડાઉનની અમલવારી અને જિલ્લા કલેક્ટરના જાહેરનામાના પાલન સાથે જનતાના સહકાર વચ્ચે કોરોના સામે દેવભૂમિ દ્વારકા જિલ્લો બાથ ભીડી રહ્યો છે.