Mysamachar.in-જામનગર:
જામનગર NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વેકેશનમાં પણ ચલાવવામાં આવતી મનમાનીઓ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે, આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે આગામી દિવાળી વેકેશન તારીખ 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે પરંતુ જામનગરની ઘણી બધી શાળાઓએ વહેલા શાળા ખોલવા માટેની તૈયારીઓ કરી દીધી છે જે નિયમથી તદન વિપરીત ગણી શકાય જામનગરની ઘણી બધી શાળાઓ એ અત્યારથી જ વિદ્યાર્થીઓ ને વહેલા આવા માટેની જાણ પણ કરી દીધી છે તેવા પ્રકારની ઘણા બધા વાલીઓની મૌખિક રજૂઆત NSUI અને યુથ કોંગ્રેસ સુધી પહોચી છે,
વેકેશન સમયમાં ડ્રેસ વગર શાળામાં આવવું એકસ્ટ્રા ટયુશનના નામે શાળામાં વિદ્યાર્થીઓને બોલાવવા ડાઉટ સોલ્યુશનના નામે બોલાવવા શાળામાં આવો ત્યારે વાહનોને અલગ જગ્યાએ પાર્ક કરવા કે ના લઇ આવવા વગેરે જેવા બહાના તુકકા પણ આવી શાળાઓ દ્વારા લગાડવામાં આવશે. ત્યારે જીલ્લા શિક્ષણાધિકારી કોઇપણ શાળા વેકેશન પૂર્ણ થાય તે પેહલા કોઇ પણ ચાલુ કરે નહિ તેની તકેદારી રાખવા રજૂઆત કરી છે, અને જો કોઇ પણ શાળા વેકેશન દરમિયાન ખુલ્લી રહેશે તો યુવક કોંગ્રેસ અને NSUI હોદેદારો દ્વારા તે શાળા ખાતે પહોચી અને તે શાળા બંધ કરાવવામા આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.